આપઘાતનો પ્રયાસ:7 શખ્સે ધમકાવતા યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના જેપુર ગામે બનાવ બન્યો
  • યુવકે​​​​​​​ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયો

મોરબી તાલુકાના જેપુર ગામે રહેતા યુવાન વિરુદ્ધ સાત શખ્સો એ ખોટા આરોપો સાથેની તાલુકા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ યુવાને આરોપીઓએ મારા વિરુદ્ધ કેમ ખોટી અરજી કરી હતી. આમ પૂછતાં સાતેય શખ્સોએ યુવાનને ધમકાવ્યો હતો જે બાબતે ડરી ગયેલા યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે સાતેય વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જેપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ સોલંકી વિરુદ્ધ સંજયભાઇ પોપટભાઇ મકવાણા, ડાયાભાઇ મેઘાભાઇ સોલંકી ,સુધીરભાઇ ગોવિંદભાઇ, પોપટભાઇ સીદાભાઇ મકવાણા, જીતેન્દ્રભાઇ ડાયાભાઇ સોલંકી, દેવજીભાઇ પોપટભાઇ મકવાણા, ગોવિંદભાઇ શામજીભાઇ મકવાણા સહિતનાઓએ આક્ષેપો સાથે અરજી કરી હોવાથી મહેન્દ્રભાઈએ મારા વિરુદ્ધ શા માટે અરજી કરી એવું પૂછતાં સાતેય ઈસમોએ ગાળો આપી મારી નાખવા ધમકી આપતા ગભરાઈ ગયેલા મહેન્દ્રભાઈએ ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતો બનાવ અંગે તાલુકા પોલિસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...