ધરપકડ:મોરબીમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજીના સુપેડીમાં જુગાર રમતા છ શખ્સની અટકાયત કરાઇ

મોરબી શહેરના જૂના બસસ્ટેન્ડ નજીક મચ્છીપીઠ તકિયા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ સિટી એ ડિવિઝન પોલીસે જૂના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ તકિયા પાસે જાહેરમાં જુગાર રમતા ઇદરીશ ગુલામભાઇ મોવર, ઇર્શાદ ઇકબાલભાઇ ત્રાયા, નીજામુદિન યુસુફશા શાહમદાર, સમીરભાઇ હનીફભાઇ ભટી, અસલમભાઇ કરીમભાઇ માણેક, તોફીકશા ફારૂકશા શાહમદાર અને દિલીપ ઉર્ફે ટકો કાનજીભાઇ ઉભડીયાને તીનપતી રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડા રૂ.3430નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજીના સુપેડી ગામે પોલીસે જુગાર રમતા છ શખ્સને રૂ 36, 300ના મુદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય એક બનાવમાં ધોરાજીના સુપેડી ગામે જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે ધોરાજી પીઆઇ હકૂમતસિંહ જાડેજા , એ.એસ.આઈ રમેશભાઇ બોદર સહિતના પોલીસે સ્ટાફે સુપેડીના પશુ દવાખાનાવાળી શેરીમાં દરોડો પાડીને જુગાર રમતાં છ શખ્સને ગંજીપાનાં સહિત રૂ 36,300 ના મૂદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ગોપાલદાસ, નાનાલાલ હીરજીભાઈ, નટવરલાલ ઉર્ફે એન. સી., અમિતકુમાર કાંતિલાલ) જમનાદાસ કરશનભાઈ, અશ્વિનભાઈ વલ્લભભાઈ સહિતના સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...