તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોરબીના રવાપરમાં જાહેર જુગાર રમતા 7 ઝડપાયા

મોરબી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના રવાપર ગામમાં હનુમાન મંદિર પાસે જાહેરમાં.જુગાર રમતા 7 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડ રકમ 13,900 સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના રવાપર ઘુનડા રોડ પર હનુમાન મંદીર પાસે જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.અને જુગાર રમતાં મણીલાલ લાલજીભાઇ કાસુન્દ્રા, દેવદાનભાઇ મોમૈયાભાઇ કુંભારવાડીયા, અવચરભાઇ લાલજીભાઇ ગોઠી, લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા, હેમશંકર પ્રાણશંકર જોષી, શંકરલાલ અંબારામભાઇ દેત્રોજા, મનસુખભાઇ પ્રેમજીભાઇ વિઠલાપરાને ઝડપી લીધા હતા અને જુગાર સ્થળ પરથી રૂ.13,900નો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...