ચૂંટણી:મોરબી જિલ્લાની બે તા.પંચાયત બેઠક માટે 65.95 ટકા મતદાન

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રાજપર અને રણછોડગઢ બેઠક માટે યોજાઇ હતી ચૂંટણી
  • કુલ 9491 મતદાર પૈકી 6259 લોકોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

મોરબી જિલ્લાની મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠક અને હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકના સભ્યોના બીમારીના કારણે મોત થતા બન્ને બેઠક ખાલી થઈ હતી, જેથી આ બેઠક પર પેટા ચૂંટણી આવી હતી. આ બન્ને બેઠક પર આજે રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં બન્ને બેઠકમાં કુલ 65.95 ટકા મતદાન થયું હતું.

મતદારોની સંખ્યા જોઈએ તો 9491 મતદારો માંથી 6259 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બેઠક મુજબ જોઈએ તો ત્રાજપર બેઠકમાં 5275 મતદારોમાંથી 2898 મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠકમાં 54.94 ટકા જયારે હળવદની રણછોડગઢ બેઠકમાં 4246 મતદારો નોંધાયા હતા. જેમાંથી 3361 મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.

આ બેઠકમાં 79.72ટકા મતદાન થયું હતું. આમ બન્ને બેઠકમાં જોઈએ તો ત્રાજપર બેઠકમાં મતદારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો. આજે મોરબીની ત્રાજપર બેઠકમાં ભાજપ, કોંગ્રેસના ઉમેદવાર જયારે હળવદમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. આગામી 5મી ઓકટોબરના રોજ જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે આ બંને બેઠક પર કોનો કબજો થશે તેનો નિર્ણય થઈ જશે

અન્ય સમાચારો પણ છે...