કાર્યવાહી:મોરબીના 6 શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયા, મારામારી, ચોરી, દારૂ સહિતના ગુનામાં સંડોવાયા છે

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત, અમદાવાદ અને પોરબંદની જેલમાં મોકલાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા મારમારી, ચોરી, પ્રોહીબિશન સહિતના અલગ અલગ ગુનામાં અનેકવાર સંડોવાયેલા શખ્સોને ઝડપી પાસા અંતર્ગત દરખાસ્ત કરવા એસપી સુબોધ ઓડેદરાની સુચનાને પગલે મોરબી માળીયા ટંકારા સહિતના અલગ અલગ પોલીસ મથકના 6 શખ્સ વિરુદ્ધ પાસા કાર્યવાહી માટે મોરબી જિલ્લા કલેક્ટર એન્ડ મેજિસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.

આ દરખાસ્ત મંજૂર થઈ જતા સલીમ ઉર્ફે સલો જુસબ કટિયા નિજામ જુસબ કટિયા ગૌતમ ઉર્ફે ગવો ટપુભાઇ ડાભી, રાકેશ દેવજી મકવાણા ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો દિલુભા ઝાલા,જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઈ ખાખી સહિતના ને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા અને પાસા અંતર્ગત સુરત, અમદાવાદ અને પોરબંદર જિલ્લાની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. આ આરોપીઓ વિરુદ્ધ વિદેશી દારૂના વેચાણના ગુન્હા, મારમારી,મિલકત સબંધી અને ચોરી સહિતના ગુન્હામાં અવાર નવાર સંડોવણી હોવાથી આરોપીને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...