તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોરબીમાં દિવાળી પર્વની રાત્રે આગજનીની 6 ઘટના, કોઇ જાનહાનિ ન થતાં તંત્રને હાશ

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગ લાગ્યાની ફરિયાદોના ધોધ બાદ ફાયર બ્રિગ્રેડ વિભાગ રાતભર દોડતું રહ્યું

મોરબી વાસીઓએ દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.સમગ્ર શહેરમાં રાત્રે સર્વત્ર આતશબાજી થઈ હતી .આ ફટાકડાના તણખા ઉડવાને કારણે અલગ અલગ વિસ્તારમાં 6 થી વધુ સ્થળોએ આગ લાગી હતી.જેના કારણ રાતભર ફાયર બ્રિગ્રેડ વિભાગ દોડતું રહ્યું હતું.સદનસીબે એક પણ આગમાં જાનહાનિના બનાવ બન્યા ન હતા. મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળીની રાત્રે સર્વત્ર ફટાકડાની આતિશબાજી થવાથી ફટાકડાના સળગતા તણખા પડવાથી ઠેરઠેર નાની મોટી આગ લાગી હતી.

જેમાં મોરબીના સરદાર પટેલ રોડ ઉપર આવેલા ખેતરમાં ફટાકડાને કારણે આગ લાગી હતી અને થોડીવારમાં આગે વેગ પકડી લેતા ખેતર ભડભડ સળગી ઉઠ્યું હતું.તેમજ મોરબીના સરદાર બાગ પાસે દવે પંચોલી ગ્રાઉન્ડમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી અને થોડીવારમાં આગની ભીષણ જ્વાળાઓ ફેલાઇ જતા દોડધામ મચી ગઇ હતી.આ ઉપરાંત મોરબીના લાતી પ્લોટ 7 માં આવેલ પડતર વંડામાં ,કાલિકા પ્લોટ 1 માં કચરાના ઢગલા ,મોરબી તાલુકાના બગથળા ગામે ઘાસના જથ્થામાં, લાલપર ગામ પાસે શ્રીનાથ પેકેજીંગ કારખાનાના વેસ્ટ માલ ઉપર આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો