જુગાર:મોરબીમાં મહિલાઓ સહિત 6 જુગારી પકડાયા

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના રણછોડ નગર વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો.અને જુગાર રમતા 5 મહિલા સહિત જુગાર રમતા 6 જુગારી ઝડપાયા હતા.અને તેની પાસેથી 27,100નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના રણછોડનગર ગરબી ચોક પાણીની ટાંકી પાસે રહેતી શબાનાબેન સતારભાઇ શેખ નામની મહિલા પોતાના કબ્જા ભોગવટાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતી હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે તે મકાનમાં દરોડો પાડી જુગાર રમતા શબાનાબેન સતારભાઇ શેખ, ભાવનાબેન સુધીરભાઇ ઠાકર, ક્રિષ્નાબેન પ્રફુલભાઇ પરમાર, રાહુલભાઇ કમલેશભાઇ જોગીયાણી, નિલેશભાઇ મનસુખભાઇ જોગેલા, રાજુભાઇ ઉર્ફે રાજીયો ખીમજીભાઇ પરમારને ઝડપી લીધા હતા.અને તેની પાસેથી રોકડા રૂપીયા 27,100 ના મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...