મોરબીમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળતા મોરબી જિલ્લા વહીવટી તંત્રએ ધન્વંતરી રથ અને સંજીવની આરોગ્ય રથ કાર્યરત કરાવ્યા હતા. તેમજ જિલ્લા કલેકટરે કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત લઈ કોરોના પોઝિટીવ દર્દીઓને મળ્યા હતા તેમજ તમામ લોકોને કોરોના રસીના બંને ડોઝ લઇ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાતો રહે છે.તેથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી છ ધનવંતરી રથ અને આઠ સંજીવની આરોગ્ય રથ કાર્યરત કરાવ્યા હતા.
મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.વારેવાડીયા કોરોના પોઝિટિવ દર્દીઓની મુલાકાતે ૫હોંચ્યા હતા. અને તેમને થતા અનુભવોની ચર્ચા કરી હતી અને તબીયતના ખબર અંતર પૂછી સરકારની સેવા સમયસર મળે છે કે કેમ તની ચર્ચા કરી હતી. સાથો સાથ ધન્વંતરી અને સંજીવની રથની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મોટાભાગના દર્દીઓએ અગાઉ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા હોવાથી કોરોનાના કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.
મોરબીમાં વધુ 78 દર્દી કોરોનાની લપેટમાં
મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે સૌથી વધુ કેસ સામે આવ્યા હતા.આજે મોરબી જિલ્લામાં વધુ 78 કેસ પોઝિટીવ આવ્યા હતા. તાલુકા મુજબ જોઈએ તો શહેરમાં 45 અને ગ્રામ્યમાં 20 કેસ સામે આવ્યા હતા તો વાંકાનેર શહેરમાં 03 ,હળવદ શહેરમાં 1 ગ્રામ્યના 2 કેસ,ટંકારામાં 7 અને માળીયામાં એક પણ કેસ સામે આવ્યો ન હતો. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં એક્ટિવ કેસનો આંકડો 377 પર પહોંચી ગયો છે. બીજી તરફ મોરબી શહેરમાં 14 ,ટંકારામાં 1 અને માળીયામાં 3 મળી કુલ 18 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં કોરોનાની આજદિન સુધીમાં કુલ 4,54,118 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી કુલ 6990 પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 6272 દર્દી ડિસ્ચાર્જ થઇ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.