તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીમાં બે સ્થળેથી જુગાર રમતા 6 ઝડપાયા, 2 ફરાર

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે બન્ને સ્થળ પરથી રૂ. 17,150 જપ્ત કર્યા

મોરબીમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે બે સ્થળે તીનપતિનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના કબીર ટેકરી રામદેપીરના ચોકમાં જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો નશીબ આધારીત જુગાર રમતા મુસ્તાકભાઇ આમદભાઇ ગાલબ, નિજામભાઇ સલીમભાઇ મોવર, કાસમભાઇ ઉર્ફે ટબી સીદીકભાઇ લાખાણીને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂ.૧૫,૩૦૦ જપ્ત કર્યા હતા.

આ બનાવના બે આરોપીઓ હાજીભાઇ મુસાભાઇ ખુરેશી અને સલીમભાઇ હાજીભાઇ ખુરેશી ફરાર થઈ ગયા હતા. અન્ય એક બનાવમાં પોલીસે મોરબીના વાવડી રોડના નાકે કપીલા હનુમાન મંદીર પાસે જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો નશીબ આધારીત જુગાર રમતા જાવીદશા રસુલશા શાહમદાર, વિપુલભાઇ કાનાભાઇ ગરીયા, યુસુફશા કરીમશા શાહમદારને ઝડપી લીધા હતા અને તેની પાસેથી કુલ રોકડા રૂ. ૧,૮૫૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો