તસ્કરીને આપ્યો અંજામ:મોરબીમાં તબીબના ઘરમાં ચોરી 5.90 લાખનો મુદ્દામાલ ચોરાયો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોકીદારે જ અન્ય બે સાથે મળી તસ્કરીને આપ્યો અંજામ

મોરબીના ક્રિષ્ના સ્કુલ સામે રવાપર ધુનડા રોડ પર આવેલા વેલકમ પ્રાઈડ નામની બહુમાળી ઈમારતમાં રહેતા ર્ડો. અલ્કેશ નાગરભાઇ પારેજીયાના ફ્લેટમાં તેના જ એપાર્ટમેન્ટનો ચોકીદાર અને અજાણ્યા શખ્સોએ હાથ સાફ કર્યો હતો અને રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળીને કુલ 5.90 લાખના મુદામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે મળતી માહિતી મુજબ વેલકમ પ્રાઈડ નામની બિલ્ડીંગના સી બ્લોકમાં રહેતા ડો અલ્કેશ પારેજીયાના ઘરમાં તેમના જ એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા બહાદુર વોચમેન જૈદાન લુવાર માનસીંગ પુનકાએ અન્ય અજાણ્યા બે ઇસમોને બોલાવી આ કામના તેમના બ્લોક નંબર – C-901 ના ઉપરનાટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનીયમની બારી ખોલી રૂમમાં પ્રવેશ કરી નીચેના તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડીને ગેસ્ટ રૂમમા રાખેલા રોકડા રૂ. 1,80,000 તથા દીકરીના ગલ્લાના રૂપિયા 10,000 તથા તેમજ તેમની રૂ 90 000 ની કિંમતની સોનાની લકી,

તથા સોનાનો ચેન ચાર તોલાનો.રૂ.1,20,000 તથા સોનાની વીંટી 5 , ગ્રામ કિ. રૂ.15,000 તથા સોનાનો સિક્કો તથા ચાંદી દાગીના જેમાં બે જોડી સાંકળા તથા બે ચાંદીના સીકકા તથા ચાંદીની કંકાવટી તથા ઉપરના માળે રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂપિયા 150000 મળી રૂ.5.90 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

જસદણના વીરપરમાં તબીબના મકાનમાંથી રૂ.1.81 લાખની ચોરી
જસદણ તાલુકાના વીરપર ગામમાં સ્મશાનની સામે રહેતા તબીબના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ અને દાગીના મળી રૂ.1,81,500 ની મત્તા ચોરી જતા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના વિરપર ગામમાં રહેતા તબીબ મેહુલભાઈ ગેલાભાઈ જાગરાણા(ઉ.વ.32) એ ભાડલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ભાડલા ખાતે હોસ્પિટલ ચલાવે છે. ગત તા.31ના રોજ પોતે પરિવાર સાથે મકાનને તાળું મારી ચોટીલાના રાજપરા ગામમાં રહેતા તેના બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા.

બપોરે હોસ્પિટલે જવાનું હોઈ જેથી પોતે અને હોસ્પિટલમાં કામ કરતો રાયધનભાઈ સોલંકી બન્ને પોતાની કાર લઈને ભાડલા પોતાની હોસ્પિટલે ગયા હતા. માતા-પિતા સહિતના પરિવારજનો રાજપરા બહેનના ઘરે રોકાઈ ગયા હતા. થોડીવાર બાદ પોતાના મોબાઈલમાં પિતાનો ફોન આવતા તેણે જણાવ્યું હતું કે, ઘરે ચોરી થઇ છે અને તુરંત ઘરે જા તેમ કહેતા પોતે વિરપર પોતાના ઘરે જતા દરવાજાનું તાળુ તુટેલુ હતું અને અંદર સામાન વેરવિખેર જાવા મળ્યો હતો. જેથી તપાસ કરતા રોકડ અને દાગીના મળી રૂ.1,81,500 ની મત્તા જોવા ન મળતા ચોરી થઈ હોવાની ખબર પડી હતી. બાદમાં પોતે પોલીસમાં જાણ કરતા ભાડલા પોલીસે સ્થળ પર પહોંચી તબીબ મેહુલભાઈ જાગરાણાની ફરીયાદ દાખલ કરી પીએસઆઈ આર.એસ.સાંકળિયાએ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...