કોરોના અપડેટ:મોરબીમાં 57 દર્દી સંક્રમિત, એક્ટિવ કેસનો આંક 240

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 24 દર્દીએ કોરોનાને આપી મહાત

મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના મહામારી દિવસે ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે અને આ કેસમાં દિન પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. જિલ્લામાં સોમવારે 51 કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે મંગળવારે વધુ 57 દર્દી કોરોના પોઝિટિવ મળ્યા હતા. જો કે આરોગ્ય તંત્રના સુત્રોના મતાનુસાર કોરોનાની ઘાતકતા ઓછી હોવાથી પાંચ દિવસમાં દર્દી સાજા થઇ જાય છે અને અત્યાર સુધી કોઇ પણ કેસમાં એક પણ કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલાઇઝેશન કે વેન્ટીલેટરની જરૂર પડી નથી અને દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ રીકવર થઇ જાય છે.

મોરબી જિલ્લાના પાંચ તાલુકા મુજબ જોઈએ તો મોરબી શહેરમાં 33,ગ્રામ્ય વિસ્તારોમાં 15 કેસ મળી કુલ 48 થયા છે.ટંકારામાં 3,હળવદ શહેરમાં 1 અને ગ્રામ્યમાં 2 કેસ મળી 3 કેસ સામે આવ્યા છે. વાંકાનેરમાં 1 કેસ સામે આવ્યો હતો. મોરબી જિલ્લાની વાત કરીએ તો કુલ 240 એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાની ઓલ અોવર સ્થિતિની વાત કરીએ તો આજ દિન સુધીમાં કુલ 4,50,678 લોકોના કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6810 લોકો પોઝિટિવ મળ્યા છે. આ 6810 માથી 6229 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જયારે 87 દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...