તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હળવદમાં અલગ અલગ સ્થળે જુગાર રમતા 5 ઝબ્બે

મોરબી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદમાં રેલ્વે સ્ટેશન રોડ તરફ જવાના રસ્તે જુગાર રમતા કુલ બે શખ્સો પકડાયા હતા તો અન્ય એક જુગાર દરોડામાં હળવદમાં વર્લી ફીચરનો જુગાર રમતા કુલ ત્રણ શખ્સો પકડાયા હતા. હળવદમાં ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમી રમતા કમલેશભાઇ રામજીભાઇ ઉકેડીયા અને અનવરભાઇ મોહમદભાઇ ફકીરને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ રોકડ રૂ. 760નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરી હતી.

અન્ય એક બનાવમાં હળવદમાં વિનોબા ગ્રાઉન્ડમાં રેલ્વેના પાટા પાસે બાવળ નીચે સોમા ઉફે ગલો છગનભાઈ રાઠોડ જુદા જુદા ગ્રાહકો પાસેથી વર્લી ફિચરના આંકડાઓ લખી તેની અવેજમાં પૈસા મેળવી નસીબ આધારીત વર્લી ફિચરના આંકડાઓનો જુગાર રમી રમાડી તેની કપાત અજયગીરી નથુગીરી ગૌસ્વામી તથા પ્રકાશગીરી નવલગીરી ગોસાઈ પાસે કરાવતા પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસે રેઈડ દરમ્યાન ત્રણેય ઈસમોના કબ્જામાંથી વર્લી ફિચરના સાહિત્ય આંકડાઓ લખેલ ચિટ્ટી નં. 30, એક નોટબુક તથા એક બોલપેન, રોકડ રૂ. 4050 તથા મોબાઈલ મળી કુલ કિ.રૂ. 8050નો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...