ઠંડકના ભાડાની ગરમી:મોરબી-રાજકોટ રૂટ પર રોજ 5 AC ઇલેક્ટ્રિક બસ દોડશે : બમણું ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસટી તંત્રની રોજની 10 ટ્રિપ દોડાવવાની તૈયારી, રૂ.90 ભાડંુ વસૂલાશે

ગુજરાત સરકારનું સાહસ એવું જીએસઆરટીસી હવે ધીમે ધીમે સમય સાથે કદમ મિલાવી આધુનિક યુગમાં પ્રવેશી ચૂક્યું છે. અગાઉ રાજ્યે અલગ અલગ રૂટ પર એસી તેમજ વોલ્વો બસ શરૂ કર્યા બાદ હવે ધીમે ધીમે ઈલેક્ટ્રિક બસના વપરાશ તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યા છે અને આ બદલાવ શહેરી વિસ્તારોની સાથે નાના અને મધ્યમ પ્રકારના શહેરો, ગામડાં તરફી જોવા મળ્યો છે. તાજેતરમાં તેનું ઉદાહરણ રાજકોટ વિભાગમાં જોવા મળ્યું છે. મોરબી – રાજકોટ રૂટ ઉપર સોમવારથી પ્રથમ વખત જ ઇલેક્ટ્રિક એસી એસટી બસ દોડાવવાનું શરૂ કર્યું છે. વહેલી સવારથી રાજકોટ એસટી ડેપોમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ આવી પહોંચી હતી. દિવસ દરમિયાન અલગ અલગ 5 બસ આવી પહોંચી હતી.

સોરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા મોરબી – રાજકોટ રૂટ ઉપર આજથ સૌ પ્રથમ વખત ઇલેક્ટ્રિક બસ દોડતી કરવામાં આવી છે. રાજકોટ ડેપોના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ નિગમ દ્વારા રાજકોટ ડિવિઝનને કુલ 20 ઈલક્ટ્રિક એસટી બસ ફાળવવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કે 5 ઇલેક્ટ્રિક બસ આવતા આજથી મોરબી – રાજકોટ રૂટ ઉપર આ પાંચેય બસ ફાળવી કુલ 10 ટ્રીપ શરૂ કરવામાં આવી છે. આ બસમાં મોરબી – રાજકોટ વચ્ચે રૂપિયા 90 ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે હાલમાં રાજકોટ ખાતે એક જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ હોય બસના રૂટ ઓછા રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં એક વખતના ચાર્જિંગ બાદ આ ઇલેક્ટ્રિક બસ 180 કિલોમીટર દોડતી હોય મોરબી-રાજકોટ વચ્ચે મુસાફરોને 90 રૂપિયામાં ભાડું છે એટલે કે મુસાફરોને મોરબી-રાજકોટ ઇન્ટર સિટી વચ્ચે રેગ્યુલેર જે બસમાં ભાડું ચૂકવે છે તેના કરતા બમણું ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે. અપડાઉન કરતા લોકોના ખીસ્સાને આ બસ સેવા અસર કરી શકે.

અન્ય સમાચારો પણ છે...