નેત્રયજ્ઞ કેમ્પ:મોરબીમાં જલારામ મંદિરે નેત્રમણી, નેત્રયજ્ઞ કેમ્પમાં 494 દર્દી જોડાયા

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 215 લોકોના બુધવારે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે

રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ તેમજ મોરબીના જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પની દર મહિનાની તા.4ના રોજ જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આયોજન કર્યું છે. ત્યારે મંગળવારે સવારે 9 થી 1 વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.

જેમા 494 દર્દીએ લાભ લીધો હતો. ઉપરાંત 215 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આજે કરાશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીની તપાસ કરી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ઓપરેશન કરાશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા સંસ્થા દ્વારા કરાશે.

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા એડવાન્સ બુકીંગની આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશ ઘેલાણી, હરીશ રાજાનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...