તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે. મોરબીની જિલ્લા પંચાયત,5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની 230 બેઠક માટે આગામી 28મી ના રોજ યોજાનાર મતદાનને લઇ આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે જિલ્લા પંચાયતની 24, 5તાલુકા પંચાયત 102 અને 3 નગરપાલિકાની 104 મળી કુલ 230 બેઠક માટે કુલ 486 જેટલા ફોર્મ ઉપડી ગયા હતા.
મોરબીમાં ફોર્મ મેળવવા અને જમા કરવા ચૂંટણી તંત્ર દ્વારા આર. ઓ અને એ આરઓની નિમણુંક કરી દીધી હતી.જેમાં મોરબી નગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠક માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, અને પ્રાંત અધિકારી મોરબીની કચેરી, જ્યારે તાલુકા પંચાયત માટે તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ્ય મામલતદાર કચેરી જિલ્લા પંચાયતની આઠ બેઠક માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ જમા અને ઉપાડવાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.
પાલિકા માટે 74, જિ. પંચાયત માટે 48, તા. પંચાયતમાં 112 ફોર્મ ગયા
મોરબી નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ઉમેદવારીપત્ર વિતરણ શરૂ થતા જ ઉમેદવારો જાણે ફોર્મ ભરવા જેમાં નગરપાલિકાની ૧૩ વોર્ડની બાવન બેઠકો માટે આજે કુલ ૭૪ ઉમેદવારીપત્ર ઉપડયા હતા. મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજના દિવસે કુલ મળી ૪૮ અને મોરબી તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે સૌથી વધુ કુલ ૧૧૨ ફોર્મ ઉમેદવારોએ મેળવ્યા હતા.જો આજે મોરબીમાં એક પણ ઉમેદવારીપત્ર ભરાઈ ને પરત આવ્યુ ન હતું.
હળવદ તાલુકા અને જિલ્લા પંચાયત માટે 72 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા
હળવદ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે તાલુકાના પંચાયતની ૨૦ બેઠકો માટે આજે પ્રથમ દિવસે ૪૮ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની ૫ સીટો માટે ૨૪ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકા પંચાયતમાંથી ૨૬ અને મામલતદાર કચેરીમાંથી ૨૨ ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે આજે કુલ ૨૪ ફોર્મ ઉપડ્યા હતા.
માળિયા મિયાણામાં નગરપાલિકાની બેઠક માટે એકપણ ફોર્મ ન ઉપડ્યું
માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે કુલ 46 ફોર્મ ઉપડ્યા હતા. પાલિકાની 24 બેઠકો માટે આજે એક પણ ફોર્મ ઉપડ્યું ન હતું. જ્યારે મોરબી જિલ્લા પંચાયતની માળીયા તાલુકામાં આવતી 2 બેઠકો માટે 7 ફોર્મ ઉપડ્યા હતા. તાલુકા પંચાયત અને નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ વિતરણની ચાલી રહેલી કામગીરીમાં પાલિકા માટે પાલિકા કચેરીએ ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે.
ગોંડલમાંથી 137 ફોર્મ ઉપડ્યા
ગોંડલમાં નગરપાલિકા માટે 67 ફોર્મ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે 77 ફોર્મ ઉપાડ્યા હતા. કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષભાઈ કુંડળીયા એ જણાવ્યું હતું કે નગરપાલિકાની 44 બેઠક માટે કોંગ્રેસ દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે જ્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે 54 ફોર્મ કોંગ્રેસ દ્વારા ઉપાડવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.