તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:મોરબી જિલ્લામાં કોરોનાની રસીના સંગ્રહ માટે 48 ફ્રીજની વ્યવસ્થા કરાઈ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશન માટે 48 હજાર ઇન્જેક્શન સિરીંજ આવી
  • 900 ટીમો દ્વારા જિલ્લાભરમાં સઘન સર્વે પૂર્ણ કરાયો

મોરબી જિલ્લામાં કોરોના વેક્સિન આપવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોરોના વેક્સિન માટે આરોગ્ય તંત્ર દ્વારા ચાલતો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. સર્વેમાં 50 વર્ષથી ઉપરના 2,0923 લોકો અને 50 વર્ષથી નીચેનામાં 6768 જેવા લોકો ગંભીર રોગો પીડિત હોવાનું જાહેર થયું છે. ટોટલ આરોગ્ય વિભાગની 900 ટીમો દ્વારા જિલ્લાભરમાં સઘન સર્વે કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગની 900 ટીમોમાં મોરબી સીટીમાં 200, વાંકાનેર સીટીમાં 50, હળવદ સીટીમાં 50 આ સિવાયની ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કર્યો હતો. જિલ્લામાં વેક્સિન રાખવા માટે 42 જેટલા ફ્રીજની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ પીએચસી, સીએચસી સેન્ટરોમાં દરેકમાં એક ડીપ અને એક સાદુ મળીને બે ફ્રીજ રાખવામાં આવ્યા છે. જિલ્લાના મુખ્ય વેક્સિન સેન્ટરોમાં જે જ્યાંથી કોરોના વેક્સિન સપ્લાય થશે ત્યાં પાંચ ફ્રીજ અને ત્રણ ડીપ ફ્રીજ રાખવામાં આવ્યા છે. આ રીતે કોરોના વેક્સિન આપવા માટે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો. ચેતન વારેવડીયાએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિન માટે 48 હજાર ઇન્જેક્શન સિરીંજ આવી ગઈ છે. જેમ જરૂર પડશે એમ બીજા ઇન્જેક્શનો આવશે. આથી, જે રીતે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ થઈ રહ્યો છે તે જોતા આગામી ટૂંક સમયમાં કોરોના વેક્સિન આપવાનું શરૂ થાય તેવી ધારણા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો