રેસ્ક્યૂ:મોરબીથી ઉત્તરાખંડ ગયેલા 46 યાત્રાળુ કેદારનાથમાં ફસાયા, તમામ સુરક્ષિત

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
યાત્રાએ નીકળેલા યાત્રિકોની સુરક્ષિત હોવાની સુખદ તસવીર - Divya Bhaskar
યાત્રાએ નીકળેલા યાત્રિકોની સુરક્ષિત હોવાની સુખદ તસવીર
  • અતિ ભારે વરસાદના લીધે ભેખડો ધસી પડતાં અને નદી ગાંડીતૂર બનતાં સ્થાનિક તંત્રે રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા

ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા માટે નીકળેલા સેંકડો ગુજરાતીઓ અધ વચ્ચે ફસાઈ ગયા છે. ઉતરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરી પ્રવાસીઓને ખસેડવાની કામગીરી હાથ ધરી છે. નિર્ધારિત સમયે યાત્રા શરૂ થયા બાદ અચાનક જ ભારે વરસાદ ખાબકતાં ભેખડો ધસી પડવાના અને નદીઓ ગાંડીતૂર બનીને વહી નિકળતાં યાત્રાએ નીકળેલા ભાવિકો ઉતરકાશી નૈનીતાલ અને આસપાસના વિસ્તારમાં ફસાયા છે.જેમાથી મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા અલગ અલગ પરિવારના 8 બાળકો 15 મહિલા 5 વૃધ્ધ સહિત 46 લોકો પણ ચારધામ યાત્રા માટે મિતાણાની બાલાજી ટ્રાવેલ્સમાં નીકળ્યા હતા.

તમામ મુસાફરો ઉત્તરાખંડના શિમલા કિન્નોર માર્ગમાં આવેલા પાગલનાલા પાસેથી આગળ જઇ શકે તેવી સ્થિતીમાં જ ન હતા અને અહીં જ ફસાયા હતા.જ્યાં આગળ ભુસ્ખલન થઈ રહ્યું હોવાથી રસ્તા પર રોકી દેવાયા હતા.32 કલાક જેટલો સમય એક જગ્યાએ અટકાવ્યા બાદ રસ્તાની સફાઈ કરી રવાના કરાયા હતા.આ અંગેની જાણ થતાં રાજય મંત્રી અને જિલ્લા વહીવટી તંત્રએ ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તમામ યાત્રાળુ સુરક્ષિત હોવાનું જણાવા મળ્યું હતું. જો કે જ્યાં સુધી તેમના સુરક્ષિત હોવાની માહિતી પરિવારજનો સુધી ન પહોંચી ત્યાં સુધી સહુના જીવ તાળવે ચોંટી ગયા હતા, બાદમાં રાહતના સમચાર મળતાં સહુના શ્વાસ હેઠાં બેઠાં હતા.

સ્થાનિક તંત્રએ ફૂડપેકેટ અને પાણીની વ્યવસ્થા કરી આપી
અમે સોમવારે સવારથી પાગલનાલા વિસ્તારમાં ફસાયા હતા જ્યાં સ્થાનિક તંત્રએ સમયાંતરે ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી આપી હતી. સતત 32 કલાક જેટલો સમય બાળકો વૃદ્ધ લોકો સહિતના ફસાયા હતા. આજે બપોર બાદ રસ્તાની સફાઈ થતા અમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.આજે અમે હોટેલમાં પરત ફરી ચૂક્યા છીએ, અમે કેદારનાથ જવાના રસ્તે છીએ અને વરસાદના લીધે રસ્તાનું ધોવાણ અને નદીઓ ગાંડીતૂર બનીને વહેતી હોવાથી અમને આગળ જવાની મંજૂરી મળશે પછી જ અમે આ સ્થળ છોડીશું. > કમલેશભાઇ પરમાર, યાત્રાળુ

અન્ય સમાચારો પણ છે...