સેવાઓ સંપૂણ પણે બંધ:મોરબી જિલ્લાના 400 વીસીઇ પડતર પ્રશ્ને હડતાળ પર ઉતર્યા, ગ્રામ્યમાં અનેક સેવા બંધ

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીસીઈની હડતાળના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં કચેરીએ અરજદારોને થયા ધક્કા

લાંબા સમયથી પડતર પ્રશ્નો મુદે રજુઆત કરતા ગ્રામય વિસ્તારના વીસીઇ હવે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે આજે મોરબી સહીત રાજયભરમાં જિલ્લાના વીસીઇ રાજ્ય વ્યાપી હડતાલમાં જોડાયા છે અને મોરબી જિલ્લા ના 400 જેટલાં વીસીઇ કર્મચારીઓએ આજે હડતાલ પાડી દેખાવો કર્યા હતા. આ વીસીઈની હડતાલના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ સંપૂણ પણે બંધ થઈ ગઈ છે.

જેમાં 7/12, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા જેવી તમામ કામગીરી બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાંચ જેટલી પડતર માંગણીની લઈને વીસીઇ કર્મચારીઓએ હડતાલ પર ઉતરીને પોતાની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની સરકાર સમક્ષ માંગ કરી છે. મોરબી જિલ્લા સહીત રાજ્યભરમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસીઇ લાંબા સમયથી પડતર પ્રશ્નોની રજુઆત કરી રહ્યા હોવા છતાં તેમની સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો નથી.

ગ્રામ પંચાયત વિસ્તારમાં એક સરખુ કામ કરતું હોવા છતાં લધુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિકસ વેતનથી નિર્માણૂક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા અનેક વખત સ્થાનિક તંત્રથી માંડીને મુખ્યમંત્રી સહિત ઉચ્ચક્ક્ષાએ રજુઆત કરી હોવા છતાં કઈ નક્કર પરિણામ આવ્યું નથી.ઇ-ગ્રામ વીસીઇને ૧ રુપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને ગુજરાત રાજયના ૧૩૦૦૦ જેટલા વીસીઇન શોષણ કરવામાં આવી રહેલ છે.

વીસીઇના મુળભુત હક્કોનુ હનન થઇ રહ્યુ છે. અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાને દિવશે. તથા રાત્રે પણ કામ કરાવવામાં આવે છે. બીજા વિભાગોના કર્મચારીઓનુ કામ પણ અમુક સમયે વીસીઇઓ પાસે કરાવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વીસીઇ માનસિક તણાવ હેઠળ કામ કરે છે. આટલું બધું કામનુ ભારણ હોય તેમનાં ગુજરાત સરકાર વીસીઇને પગાર-ધોરણ આપતી નથી.

અન્ય સમાચારો પણ છે...