ખનીજ માફિયા બેફામ:માળિયામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 4 વાહન જપ્ત

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લા ખનીજચોરીની અનેક ફરિયાદો ઉઠી રહી છે. માળીયા મામલતદાર ટીમે માળીયા અને હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી લઈને પોલીસને મુદામાલ સોપવામાં આવ્યો છે.    માળીયા મામલતદાર સી બી નીનામાની ટીમેં બાતમીને આધારે અલગ અલગ સ્થળેથી ખનીજ ભરેલી ચાર ટ્રકો ઝડપી લીધી હતી જેમાં માળીયાના ઘાટીલા અને ખાખરેચી ગામેથી રેતી ભરેલી અને ખાલી ગાડી ઝડપી લીધી છે જેમાં ખાખરેચી પાસેથી ટ્રકના ચાલક પાસે રોયલ્ટી પાસની ખરાઈ કરતા લીઝ હોલ્ડરને આજી નદીના પટમાં માલવિયા ચંદ્રકાંત રણજીતભાઈ દર્શાવેલ છે લીઝ વેલીડ મુદત, તારીખની વિગતો લખવામાં આવેલ ના હોય જેથી લીઝ ચાલુ કે કેમ તેની ખરાઈ કરવી જરૂરી હોય અને અન્ય જગ્યાની જણાઈ આવતા ખાલી ટ્રક ડીટેઈન કરી માળીયા પોલીસમાં સોપવામાં આવેલ છે જયારે ટ્રક સાદી રેતી ભરેલી હોય અને ડ્રાઈવર ભાગી હતો જેનો દંડ વસુલવા માળીયા પોલીસ હવાલે મુદામાલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...