• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • 4 Jugari Zabbes Including The Former Vice president Of The Wankaner Machhu River Bank Municipality; Police Seized 11,030 Items And Took Action

જુગારીઓ સામે પોલીસની લાલ આંખ:વાંકાનેર મચ્છુ નદીના કાંઠે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 જુગારી ઝબ્બે; પોલીસે 11,030નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મચ્છુ નદીના કાંઠે વાંકાનેર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અન્ય 3 શખ્સો સાથે જુગાર રમતા ઝડપાયા હતા. હાલ ચારેય વિરુદ્ધ સીટી પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મચ્છુ નદીના કાંઠે જુગારધામ રમાઈ રહ્યો છે. જેને પગલે વાંકાનેર સીટી સ્ટેશન નજીક ગાભા વાળી શેરીમાં મચ્છુ નદીના કાંઠે દરોડા પાડ્યા હતાં. જ્યાં આરોપી રેહમત કરીમ ચૌહાણ, ફારૂક હાસમ માંડલીયા, અબાસ વલીમામદ પીલુડીયા અને વાંકાનેર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયાં હતાં. જેથી પોલીસે ગંજીપતાના પાના તથા રોકડા રૂ. 11,033ના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...