દુર્ઘટના:મોરબીમાં મચ્છુ નદી પાસે બંધ પડેલી સ્કૂલ બસ ઢાળમાં દડવા લાગતા 3 બાળકી સહિત 4ને ઈજા

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે જગ્યાએ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે એ સ્થળ નજીક જ બની ફરી એક દુર્ઘટના

મોરબીના ઝૂલતા પુલની 30મી ઓક્ટોબરે બનેલી દુર્ઘટનાને પગલે હાલ મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આવા સમયે મચ્છુ બારી બ્રીજ પાસે બીજી એક દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે એનડીઆરએફના જવાનો હાજર હોવાથી મોટી જાનહાનિ થતાં બચી ગઈ હતી. બનાવની મળતી માહિતી મુજબ મોરબીમાં આજે એક બાજુ હજુ મચ્છુ નદીના ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનાનું રેસક્યુ ઓપરેશન ચાલુ છે. ત્યારે મચ્છુ નદીના કાંઠે આવેલા મચ્છુ માંના મદિર નજીક મચ્છો બારી પાસે બંધ રહેલી સ્કૂલ બસ અચાનક ઢાળમાં દડવા લાગી હતી.

આ બનાવ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા બાળકો અને મહિલા બસની ઝપટે ચડી ગયા હતા. આ ઘટનામાં બાળકો સહિત ચારને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ બાજુમાં રેસ્કયુ કામગીરી કરી રહેલા કરતા NDRF અને SDRFના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને તરત જ ઇજાગ્રસ્ત બાળકો સહિતના લોકોને હોસ્પિટલે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. આ અકસ્માતમાં અલી, નેકી અને તસ્કિના તેમજ રસીદાબેન સમીરભાઈ મકરાણીને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું હતું.જો કે રેસ્ક્યુ ટીમના જવાનો સમયસર પહોંચી જતા઼ં જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...