મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરી ગેસ સીલીન્ડર ભરવામાં આવતા હતા. જે સ્થળ પર રેડ કરી પોલીસે ગેસ ટેન્કર, ગેસનો જથ્થો અને ગેસ સીલીન્ડર તેમજ બોલેરો કાર સહીત 29.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. અને આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને ગેસનું કટિંગ કરતા હોવાની બાતમી મળી
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જુના સાદુળકા ગામની સીમમાં ગુરુકુળ જવાના રસ્તે એસીબી મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં દીપકભાઈ પ્રભાતભાઈ બોરીચા અને રમણીકભાઈ ઉર્ફે દિનેશ ગોવિંદ ચાવડા ગેસ ટેન્કરમાંથી ગેસના સીલીન્ડર ભરી ગેસનું કટિંગ કરતા હોવાની બાતમી મળી હતી. જેથી ટીમે સ્થળ પર દરોડો પાડતા સ્થળ પરથી પોલીસે ટેન્કર જીજે 12 એડબલ્યુ 0060 કીમત રૂ. 15 લાખ, 16.560 મેટ્રિક ટન કોમર્શીયલ પ્રોપેન ગેસ કીમત રૂ. 11,05,794 તેમજ ગેસ સીલીન્ડર નંગ 36 કીમત રૂ. 72,000 રબ્બર પાઈપ કીમત રૂ. 1000 અને બોલેરો કાર જીજે 03 બીડબલ્યુ 1328 કીમત રૂ. 3 લાખ તેમજ મોબાઈલ નંગ 02 કીમત રૂ 6500 મળીને કુલ રૂ. 29,85,294નો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલાસે ચાર આરોપીની ધરપકડ કરી
આરોપી ટેન્કરચાલક ગુડુ હુબ્લાલ નિશાદ (ઉં.વ.40) રહે પશ્ચિમ બંગાળ, મુખ્ય આરોપી દીપક પ્રભાત બોરીચા (ઉં.વ.31) રહે રાજકોટ શહેર મૂળ નાગડાવાસ મોરબી, ભાગીદાર રમણીકભાઈ ઉર્ફે દિનેશભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉં.વ.49) રહે રાજકોટ મૂળ નાની બરાર તા. માળિયા અને વિપુલ મિયાત્રા રહે નાગડાવાસ તા મોરબી એમ ચાર ઇસમોને ઝડપી લીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.