કાર્યવાહી:દ્વારકામાંથી 24 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા 4 આરોપી રિમાન્ડ પર

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજસ્થાનના 2 સહિત 4ને મોરબી સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કર્યા

મોરબીના ઝીંઝુડા ગામમાં ગત રવિવારે એટીએસની ટીમે 593 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા બાદ મોરબીની કોર્ટે તેમને 12 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા હતા.બે દિવસ પહેલા પંજાબના પાંચ આરોપી ઝડપાયા હતા. આ ઉપરાંત અગાઉ ઝડપાયેલા ત્રણેય આરોપીની પુછપરછ કરતા તેઓએ વધુ 4 શખ્સના નામ આપ્યા હતા. નાવદ્રામાં અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના ઘરમાંથી 120 કરોડની કિંમતનું 24 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું હતું. તેમજ અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, ઇકબાલ અલી મિયા સૈયદ,રાજસ્થાનના અરવિંદ કુમાર ચુનીલાલ યાદવ, હુસેન ઇશા રાવને ઝડપી લીધા હતા.

બાદમાં આજે આરોપીઓને ચેતક કમાન્ડોની ટીમના સઘન બંદોબસ્ત સાથે મોરબીની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાયા હતા.એટીએસ દ્વારા આ મુદામાલ કોને આપવાનો હતો. અગાઉ પણ ડ્રગ્સ મંગાવેલ છે કે કેમ સહિતના અલગ અલગ 10 મુદા રજૂ કરાયા હતા. સરકારી વકીલ સંજય દવેની દલીલના આધારે કોર્ટે તમામ આરોપીના તા 28 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ આરોપીઓને લઇ એટીએસ અમદાવાદ જવા રવાના થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...