કાર્યવાહી:ફેક ID બનાવી બ્લેકમેઈલિંગ કેસમાં ત્રીજો આરોપી ઝડપાયો, મોરબીના​​​​​​​ 3 યુવાને ઈન્સ્ટાગ્રામમાં ફેક ID બનાવી’તી

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના બંને આરોપીના શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થશે

મોરબી શહેરના 3 યુવાનોએ ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી પોશ એરિયામાં રહેતી એક સગીરા સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેના બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરવાનું શરુ કરવામાં આવ્યુ હતું. જો કે એકવાર તો સગીરાએ ડરના માર્યા રૂપિયા પણ આપી દીધા હતા.

જો કે વધુ રૂપિયા મેળવવાની લાલચે આરોપીઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ અવાર નવાર બ્લેકમેઈલ કરવાનું શરુ કરતા અંતે સગીરાએ સમગ્ર વાત પરિજનોને કરતા ત્રણ શખ્સ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે અગાઉ સો ઓરડી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ શીરોહિયા, વિસીપરા વિસ્તારમાં રહેતા આર્યન શબ્બીર સોલંકીને ઝડપી લીધા હતા

તારીખ 13 સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે ફેક આઇડીના આધારે સગીરાને બ્લેકમેઇલ કરનાર ત્રીજા આરોપી મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતા હર્ષ કાંતિભાઈ સાણદિયાને પોલીસે ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...