તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:મોરબીમાં 3.5 લાખના ખર્ચે હેરિટેજ વોક રૂટની LED લાઈટ ફરી શરૂ, રોશનીના પર્વ દિવાળીથી લાઇટ્સનો ઝગમગાટ

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીના હેરિટેજ વોક ગણાતા શક્તિચોકથી જજ બંગલા થઈ પાડા પુલ સુધીના માર્ગ ઉપર આ ઉપરાંત નગરપાલિકા કચેરીથી શાક માર્કેટ સુધી વર્ષો પહેલા લગાવેલી લાઈટ ટેક્નિકલ ક્ષતિ તેમજ આવારા તત્વો દ્વારા પથર મારી લાઈટ તોડી નાખી હોવાથી આ રુટની લાઈટ લાંબા સમયથી બંધ હતી. જો કે પાલિકા દ્વારા શહેરીજનોને ફરી આ ભેટ આપવા સાડા ત્રણ લાખનો ખર્ચ કરી 235 જેટલી લાઈટ લગાવી શહેરીજનોને દિવાળીની ભેટ આપી હતી.અંધકારથી ઉજાશના પર્વનો સંદેશ આપતા દિવાળી પર્વમાં લાઈટ ફરી ઝગમગી ઉઠી હતી.

મોરબીના હેરિટેજ વોક ગણાતા નગરપાલિકા કચેરીએથી શાક માર્કેટ સુધી અને મણિમંદિરના ખૂણેથી વીસી હાઇસ્કુલ સામે ન્યાયાધીશના નિવાસસ્થાન સુધી તેમજ સામે પુલથી વીસી ફાટક સુધીના વિસ્તારમાં રોડ ઉપર પાલિકા દ્વારા વર્ષો પહેલા ખાસ પ્રકારની લાઈટો નાખવામાં આવી હતી.પણ કોઈ ટીખળખોરો દ્વારા આ લાઈટની ચોરી કે તોડફોડ કરાતા હોવાથી વારંવાર લાઈટો નાખવા છતાં બંધ હાલતમાં જ રહેતી હતી.આ લાઈટો લાંબા સમયથી બંધ હતી.આથી પાલિકા તંત્રએ ખાસ તકેદારી રાખી લાઈટોમાં તોડફોડ ન થઈ શકે તે માટે ખાસ સુરક્ષિત લાઈટો નાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો