તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:મોરબી જિલ્લામાં સ્થિતિ સ્ફોટક કોરોના પોઝિટિવના 30 નવા કેસ

મોરબી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી તાલુકામાં 20, વાંકાનેર તાલુકામાં 5 કેસ નોંધાયા

મોરબી જિલ્લા કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિમાં પ્રસરી રહ્યું છે.જાણે કોરોના તમામ જુના કેસના રેકોર્ડ તોડી રહ્યું હોય તેમ કેસની સંખ્યા વધી છે. શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1206 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથીકુલ 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

નવા નોંધાયેલ કેસની સંખ્યામાં આજે પણ સૌથી વધુ મોરબી સીટીમાં 16, મોરબી ગ્રામ્ય 4 મળી 20 કેસ અઆવ્યા છે આ ઉપરાંત વાંકાનેર સીટીમાં 2,વાંકાનેર ગ્રામ્યમાં 3,હળવદ ગ્રામ્ય 03,ટંકારા ગ્રામ્ય 2 કેસ નોંધાયા છે તો સાજા થનારા દર્દીઓ પણ વધ્યા છે. શુક્રવારે મોરબીમાં 10,વાંકાનેરમાં 03,હળવદમાં 03માળીયા તાલુકામાં 05 મળી કુલ 21 દર્દીઓ સાજા જાહેર કરાયા હતા. આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલ આંકડા મુજબ જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 261 છે.જયારે ડિસ્ચાર્જ કેસ 1103,કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ 1436 છે. ધોરાજી શહેરમાં જૂદા જૂદા વિસ્તારોમાં કોરોના પોઝીટીવ ના 26 કેસો નોધાયા છે. કુલ આંકડો 893 ઉપર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...