પ્રવાસીઓ પરેશાન:નવસારીમાં ભીડ ભેગી કરવા મોરબી, વાંકાનેર ડેપોની 30 બસ ફાળવી દેવાતા ઉતારુઓ રઝળી પડ્યા

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીએમ મોદીના ગુજરાત પ્રવાસ વધ્યા અને પ્રવાસીઓને ફાળે પરેશાની

વિધાનસભા ચૂંટણીની તારીખ હજુ નક્કી નથી કરાઇ પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસ વધી ગયા છે. છેલ્લા ત્રણથી ચાર મહિના દરમિયાન પીએમ મોદી જામનગર, રાજકોટ ગાંધીનગર સહિતના પ્રવાસ બાદ શુક્રવારે. નવસારી જિલ્લામાં આવી રહ્યા છે.

પીએમના પ્રવાસમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે અને પીએમનું સ્વાગત માટે ત્યાં પહોંચી શકે છે. પણ રાજય સરકાર પીએમના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા તમામ સાધનો જોતરી રહી હોય તેમ લાગી રહ્યું છે. દરેક કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા દરેક જિલ્લામાં ભાજપ પ્રમુખને ટાર્ગેટ આપવામાં આવે છે, જેથી સરકાર તેમને લેવા મુકવા એસટી બસ જોતરી રહી છે.

રાજકોટ ડિવિઝનમાં આવતા ડેપોની બસ પણ આ કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે, તાજેતરમાં આટકોટના તેમના કાર્યક્રમ વખતે પણ આ જ રીતે મોરબી, વાંકાનેરની બસો મોકલી અપાતાં અપડાઉન કરતા ઉતારૂઓ રઝળી પડ્યા હતા. મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી અને વાંકાનેર બન્ને ડેપોની 15-15 બસ નવસારી ફાળવી દેવાઈ છે.અને તેમાટે ગુરુવારે જ 30 બસ નવસારી જવા રવાના થઈ જતાં તાબડતોબ અનેક ટ્રીપ કેન્સલ કરવામાં આવી હતી.

હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની તૈયારી છે અને લોકો વેકેશન માણી ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે અચાનક ટ્રીપ કેન્સલ થઈ જતા મુસાફરો રઝળી પડ્યા હતા.કલાકો સુધી રાહ જોવા છતાં બસ ન મળતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...