ખનીજમાફિયા બે લગામ:મોરબી જિલ્લામાં એક દિવસમાં ખનીજ ચોરી કરતી 3 ટ્રક પકડાઇ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે મામલતદારે લાલઆંખ કરી છે. જેમાં શહેરના ટીકર રેલવે ફાટક પાસે અને હળવદ ધ્રાંગધ્રા હાઇવે પરથી રેતી ભરેલા બે ડમ્પરો ઝડપી પાડીને હળવદ પોલીસના હવાલે કરી ખાણ ખનીજનો મેમો ફટકારવાની તજવીજ હાથ ધરી હતી.

મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં પણ ખાણ ખનીજ વિભાગે માળિયા ફાટક વિસ્તારમાંથી મંજુરી વિના ખનીજ ભરીને જતા એક ટ્રકને પકડી પડ્યો હતો અને શૈલેશ ચકા ચારોલાની અટકાયત કરી હતી. હળવદની બ્રાહ્મણી નદીમાંથી રેતી ભરીને પસાર થતા રેલવે ફાટક પાસેથી જીજે-36-વી-1900 આશરે 50 ટન રેતી ભરેલું ડમ્પર ડિટેઇન કરી હળવદ પોલીસ હવાલે કર્યું હતું.

તો બીજુ હળવદ ધ્રાંગધ્રા હાઇવે પરથી પસાર થતું જીજે-36-ટી-9318 આશરે 40 ટન રેતી ભરેલા ડમ્પરને પકડી પાડીને પોલીસ હવાલે કરી ખાણ ખનીજનો મેમો ફટકારવા માટે તજવીજ હાથ ધરી હતી. જોકે હળવદ પોલીસ દ્વારા પણ ત્રણ દિવસ પહેલા બે રેતી ભરેલા ડમ્પરો તેમજ ખાણ ખનીજ વિભાગે બે ડમ્પરો ઝડપી લીધા છે. જેથી કરીને પોલીસ, ખાણ ખનીજ અને મામલતદાર દ્વારા પણ રેતી ચોરી પર ધોંસ બોલાવતા રેત માફિયાઓમાં રીતસરનો ફફડાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...