કામગીરી:મોરબીમાં ચૂંટણી દરમિયાન પેઇડ ન્યૂઝ પર માહિતી કચેરીની 3 ટીમ નજર રાખશે

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીડિયા મોનિટરિંગ, પેઇડ ન્યૂઝની કામગીરી અંગે માર્ગદર્શક તાલીમ યોજાઇ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે MCMC કામગીરી માટે જિલ્લા માહિતી કચેરી હેઠળ ફાળવાયેલા સ્ટાફને માર્ગદર્શન આપવા માટેની તાલીમ જિલ્લા માહિતી કચેરી ખાતે MCMC નોડલ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.સામાન્ય ચૂંટણી અન્વયે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા મીડિયા સર્ટીફિકેશન, મોનિટરિંગ કમિટી (MCMC)ની રચના કરાઇ છે. જે અન્વયે કલેક્ટર કચેરી ખાતે ન્યુઝ ચેનલના મોનિટરિંગ માટે મીડિયા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ઉપરાંત માહિતી કચેરી ખાતે પેઈડ ન્યુઝ મોનિટરીંગની કામગીરી કરાઇ રહી છે.

આ કામગીરીની તાલીમ અંતર્ગત રાજકીય પક્ષો તરફથી ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરાતી જાહેરાતોને પ્રમાણિત કરવાની, ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો/સંસ્થા/ટેકેદારો તરફથી પ્રિન્ટ મિડીયામાં અપાતી જાહેરાતો અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉધારવા અંગેની કામગીરી, રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો પર અપાતી જાહેરાતો, પેઈડ ન્યુઝ અંગે ઓડિયો-વિઝયુલ રેકોર્ડિંગ, ચેનલોના મોનિટરીંગની કામગીરી અને એક પણ પ્રકારના પેઇડ ન્યુઝ, મતદારોને પ્રલોભન આપતી બાબતોનું પ્રસારણ ન થાય તે નિયમિત સમયાંતરે સુનિશ્ચિત કરવાની કામગીરી બાબતે વિવિધ માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...