કામગીરીની ફરિયાદ:સ્વૈચ્છિક ઘોષણા પત્રની છટકબારીના બહાને 3 મિલકતના દસ્તાવેજની નોંધણી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી આદેશની ઉપરવટ જઈ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામગીરીની ફરિયાદ
  • ચીફ ઓફિસરની સબ રજિસ્ટ્રારને નોટિસ, કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

એક તરફ મોરબી નગરપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ પર અંકુશ લાવવા માટે અનેક પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો ન થાય અને લોકો બિલ્ડરોની છેતરપિંડીનો ભોગ ન બને તે માટે બાંધકામ પરવાનગી અને કંપ્લીશન સર્ટિફિકેટ વગરના ફ્લેટ, મકાન દુકાન કે અન્ય કોઈપણ મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ત્યારે મોરબી શહેરમાં સરકારના જ આ નિયમનો ભંગ કરી સ્વૈચ્છીક ઘોષણા પત્રની છટકબારીના બહાને છેલ્લા ત્રણ ચાર દિવસથી આવા બાંધકામ પરવાનગી વગરની મિલકતોની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીએ શરૂ કરી હોવાની ફરિયાદ નગરપાલિકા કચેરી સુધી હતી. ખુદ સરકારી કચેરી જ સરકારી નિયમનો ઉલડીયો કરી ગેરકાયદે બાંધકામને મંજૂરી મળતા ખુદ નગરપાલિકાના ચીફ ઓફિસર ચોકી ઉઠ્યા છે અને સબ રજિસ્ટ્રાર મોરબીને નોટિસ ફટકારી આ પ્રવૃત્તિ બંધ કરવા તેમજ ફોજદારી ફરિયાદ નોંધાવવા માટે સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.

ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ-2022 વટહુકમનું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. સરકારની ખાસ સૂચના હોવા છતાં પણ મોરબી સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા આવા ગેરકાયદે બાંધકામોને સ્વ ઘોષણા પત્રક લઈને નોંધણી કરવામાં આવતું હોવાનું ધ્યાન આવ્યું હતું અને જેના કારણે ગુજરાત સરકાર દ્વારા 1-10-2022ની સ્થિતિએ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાની યોજનાની અમલવારી કરવામાં મોરબીમાં અંતરાયો ઉભા થવાની શક્યતા જોવાની સાથે આ યોજનાની યોગ્ય અમલવારી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થવાનો ખતરો દર્શાવ્યો છે.

મોરબીમાં સરકારના જ નિયમનો સરેઆમ છડેચોક ભંગ કરી ગેરકાયદેસર રીતે સ્વ ઘોષણાપત્રક મુજબ નોંધણી શરુ થતા અનેક બિલ્ડરોએ પોતાની મિલ્કતોનું ફટાફટ વેચાણ શરૂ કરી દેતા લોકો ખુલ્લી આંખે છેતરાવા લાગ્યા છે અને હાલ સરકારના બે વિભાગ સામે સામે આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...