બુટલેગર પોલીસના સંકજામાં:માળીયા ફાટક પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીની માળીયા ફાટક પાસેથી કારમાં વિદેશી દારૂની 120 બોટલની હેરફેરી કરતા 3 ઇસમોને મોરબી એલ.સી.બી. પોલીસની ટીમે રંગેહાથ ઝડપ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં અન્ય આરોપીનું નામ ખૂલતાં તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબી એલસીબી પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, માળીયા ફાટક પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી. જ્યાં માળીયા ફાટક પાસેથી માળીયા તરફથી સફેદ રંગની રૂપિયા બે લાખની કિંમતની વરના કાર GJ-03-DG-5908 નીકળતા પોલીસે તેને અટકાવી હતી અને કારની તલાશી લીધી હતી. જેમાં આરોપી અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવિ તુલશીભાઇ મુંજારીયા અને રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા સવાર હતા.

પોલીસ તપાસ દરમિયાન કારમાથી રૂપિયા 45 હજારની કિંમતની વિદેશી દારૂની 120 બોટલો મળી આવી હતી. ત્રણેય આરોપીએ પોલીસને ક્બુલાત આપી હતી કે તે આ દારૂની હેરફેરી કરવા અર્થે જતાં હતા અને તેના આ ગુનામાં અન્ય આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે ધોધુભા બાપાલાલ ઝાલા પણ સામેલ હોવાનું જણાવ્યુ હતું. જેને પગલે પોલીસે દારૂ અને કાર સહિત રૂપિયા 2,45,000નો મુદામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધી દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...