તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી જિલ્લામાં કોરોના હાર્યો:સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી સારવારમાં, 19 હોમઆઇસોલેટેડ, તમામ કોવિડ સેન્ટર બંધ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીઓ ઘટી જવાથી મોરબી સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓને લાંબા અંતરાલ બાદ થોડી રાહત મળી રહી  છે. - Divya Bhaskar
દર્દીઓ ઘટી જવાથી મોરબી સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓને લાંબા અંતરાલ બાદ થોડી રાહત મળી રહી છે.

મોરબી જિલ્લામાં માર્ચ મહિનામાં આવેલી કોરોનાની બીજી લહેર મે મહિના સુધી સક્રિય રહી હતી અને ઓછા વધતા પ્રમાણ દર્દીઓ પોઝિટિવ આવતા હતા. જો કે જૂન મહિનામાં તેની સંખ્યા પણ નહિવત થઈ ચૂકી છે. જેના કારણે રાજય સરકાર દ્વારા ધંધા વ્યવસાય માં છૂટછાટ સાથે સાથે હવે મંદિરો,બાગ બગીચા અને જિમ અને હોટેલ પણ મર્યાદિત સંખ્યા સાથે શરૂ કરવાની આપી છે તો રાત્રી કર્ફ્યુમાં પણ ઘણી બધી છૂટ આપી દેવાઈ છે.

મોરબી જિલ્લામાં હાલ કોરોનાના કેસની વાત કરીએ તો જિલ્લા દૈનિક 2થી 3 કેસ સામે આવે છે. જેની માળિયા વાંકાનેરમાં તો હાલ એક્ટિવ કેસ પણ નહિવત પ્રમાણમાં છે. જિલ્લામાં કુલ 22 એક્ટિવ કેસ છે જેમાંથી 2 દર્દીઓ જ ઓક્સિજન પર છે તો એક દર્દી નોર્મલ વોર્ડમાં દાખલ છે તો 19 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આમ જિલ્લામાં કોરોનાના હાલ ગણ્યા ગાંઠ્યા કેસને કારણે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર બન્ને હાશકારો અનુભવી રહ્યા છે.જિલ્લામાં હાલ નવા કેસ ન હોવાથી ઈમરજન્સીમાં શરૂ કરેલા કોવિડ સેન્ટર પણ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.

જિલ્લામાં હાલ ડિસ્ટ્રિક્ટ કોવિડ હોસ્પિટલ મોરબી,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વાંકાનેર હળવદ તેમજ ટંકારા પીએચસીમાં કોવિડ બેડ શરૂ રાખવામાં આવ્યા છે જેથી કોઈ પોઝિટિવ દર્દીને ઇમરજન્સી બેડની જરૂરિયાત ઉભી થાય તો પૂર્ણ કરી શકાય.

8 દિવસમાં જિલ્લામાં 24 હજારથી વધુ યુવાનોનું વેક્સિનેશન
મોરબી જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી વેક્સિનેશન અભિયાન શરૂ થયું હતું પ્રથમ ફેઝમાં હેલ્થ વર્કર, બાદમાં ફ્રન્ટલાઇન વર્કરને રસી આપવામાં આવી હતી જે બાદ 60 વર્ષથી વધુ લોકોને રસી આપવાની શરૂ કરવામાં આવી. ધીમે 45 વર્ષ સુધીના લોકોને પણ સમાવવા આવ્યા હતા.

ગત 4 જુનથી 18થી 45 વયના લોકોને પણ નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે. માત્ર 8 જ દિવસમાં મોરબી જિલ્લામાં 24,962 યુવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. આ ઉપરાંત 45થી વધુ ઉંમરના 1,20,963 લોકોએ પણ પ્રથમ ડોઝ મેળવી લીધો છે તેમજ 48,168 લોકોએ બીજો ડોઝ મેળવીને કોરોના સામે રક્ષણ મેળવી લીધુ છે.મોરબી જિલ્લામાં હાલ 45થી વધુ વયના 41 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે.

ત્રીજી લહેરને લઈ આગોતરું આયોજન
આરોગ્ય તજજ્ઞો આવનાર 5 થી6 મહિના બાદ ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. અને આ લહેર બીજી લહેર જેવી જોખમી ન બને તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ રાખવામાં આવી છે અને બેડને સેન્ટ્રલ ઓક્સિજન સાથે જોડી દેવાયા છે. તો સિવિલ હોસ્પિટલમાં જ હવામાંથી ઓક્સિજન ખેંચી શકાય તેવો પ્લાન્ટ પણ શરૂ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...