તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નકલી રેમડેસિવિર વેચનાર વધુ 3 મોરબી પોલીસની ગિરફ્તમાં

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેમડેસિવિર પ્રકરણ રાજ્યની સરહદો પાર કરી એમપી સુધી પહોંચ્યું
  • ત્રણેય શખ્સે મુખ્ય આરોપી કૌશલ સાથે મળી 1200 ઇન્જેક્શન આપ્યા’તા

મોરબી શહેરમાંથી ઝડપાયેલા રાજય વ્યાપી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન પ્રકરણ હવે રાજયના સીમાડા વળોટી અેમપી સુધી પહોંચી ગયું છે. મોરબી પોલીસે વધુ ત્રણ શખ્સને ઝડપીને તપાસનો દૌર આગળ ચલાવ્યો છે. મોરબી પોલીસે અન્ય શહેરોની પોલીસની મદદથી અમદાવાદ અને સુરતમાંથી મોટા પાયે નકલી રેમડેસિવિર ઇંજેક્શન, બનાવવાનું સાહિત્ય તેમજ રોકડ રકમ સહિત 18 લોકોને ઝડપી લીધા હતા, જેમાંથી ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવતા તેઓને કોરોના કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તો બાકીના 15 શખ્સ રિમાન્ડમાં હોય અને તેની પૂછપરછ ચાલી રહી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન આ પ્રકરણ હવે રાજ્યની સરહદો પણ પાર કરી બીજા રાજ્યોમાં પણ પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. મોરબી પોલીસે એમપીથી વધુ ત્રણ શખ્સને ઝડપી લીધા છે. ઝડપાયેલા ત્રણ શખ્સ એમપીના હોવાનું અને તેઓના નામ સુનિલ રાઘવેન્દ્ર મિશ્રા, સપન સુરેન્દ્રકુમાર જૈન અને કુલદીપ ગોપાલ સાબતીયા હોવાનું સામે આવ્યું છે.

ઝડપાયેલા ત્રણ શખ્સમાંથી સુનીલ નામના શખ્સે મુખ્ય આરોપી કૌશલ અને પુનિત પાસેથી 1200 જેટલા નકલી રેમડેસિવિર ઇંજેક્શન લીધા હતા અને એમપીના ઇન્દોર અને અન્ય જિલ્લામાં દર્દીઓના સગાઓને વેચી દીધા હોવાનું ખુલ્યું છે. આ શખ્સોએ નકલી ઇન્જેક્શન્સ કોને કોને કેટલા રૂપિયામાં વેચ્યા એ સહિતની વિગતો ઓકાવવાની તજવીજ શરૂ કરાઇ છે. જો કે તમામ શખ્સની આકરી પૂછપરછ બાદ નવાં ફણગાં ફૂટશે.

અન્ય સમાચારો પણ છે...