મોરબી ક્રાઈમ ન્યૂઝ:પાણી પુરવઠા બોર્ડના સબમર્શીબલ પંપની ચોરીના કેસમાં વધુ ૩ આરોપીઓ ઝડપાયા, હડમતીયા ગામ નજીક ઘઉંના પાકમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકામાં નવા સાદુંળકા ગામે આવેલ પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાં 23.24 લાખના સબમર્શીબલ પંપ અને મોટરની ચોરી થયાની ઘટના સામે આવી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. તો ચાર આરોપીઓ નાસ્તા ફરતા હોય જેથી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. જેમાંથી ત્રણને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની મોરબી જિલ્લાની યાંત્રિક પેટા વિભાગ વિભાગની કચેરી, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના નાયબ કાર્યપાલક ઇજનેર મયુર રમેશભાઇ ચોડવડીયાએ ગત તા. 13,12 ના રોજ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં નવા સાદુળકા ગામે આવેલી કચેરી ખાતે સ્ટોરરૂમમાં તપાસ કરતાં માલસમાન મળ્યો ન હતો. સ્ટોર રૂમની પાછળની સાઇડની બારીની ગ્રીલ જોવામાં આવેલી ન હતી. જેથી પાછળના ભાગે તપાસ કરતા સ્ટોર રૂમની બારીની ગ્રીલ બાજુમાં આવેલ પૃથ્વી સ્ટોન ક્રસર નામના કારખાનાના કમ્પઉન્ડમાં દિવાલ પાસે પડી હતી અને 7 સબમર્શીબલ પંપ મોટર સેટ તથા 11 નંગ મોટરના રૂપિયા 23,24,344 સમાનની ચોરી થયાનું સામે આવ્યું હતું.

જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ચાર આરોપીઓ નાસ્તા ફરતા હોવાથી તેને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સબમર્શીબલ પંપની ચોરીના કેસમાં ફરાર આરોપીઓ પ્રેમજી હરજીભાઇ ચૌહાણ, શરદ ભરતભાઇ સુરાણી અને કિશન રાજુભાઇ મકવાણા મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં ભરત ફાર્મ પાસે હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ત્રણેય આરોપીઓ મળી આવતા તેની સામેં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હડમતીયા ગામ નજીક ઘઉંના પાકમાંથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
બુટલેગરો દ્વારા અનેકવાર દારૂને છુપાવવા માટે અવનવા કીમીયાઓ કરવામાં આવતા હોય છે પરંતુ પોલીસ દ્વારા દરોડા પાડીને બુટલેગરોના કીમીયાઓ નિષફળ કરવામાં આવતા હોય છે. ત્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા તાલુકાના હડમતીયા ગામે આરોપી વિશાલ ભરતભાઈ પટેલ અને કિશન ઉર્ફે જીગો રાજેશભાઈ ડોડીયાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવીને કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલા ઘઉંના ઊભા પાક વચ્ચે તેને છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જ્યાં બંને શખ્સો પાસેથી વિદેશી દારૂની રૂપિયા 28,545ની કુલ 68નંગ બોટલો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 38,545નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ ડી એમ ઢોલ,પી એસ આઈ કે જે ચૌહાણ, પી એસ આઈ એન એચ ચુડાસમા, પી એસ આઈ એ ડી જાડેજા, સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા, વિક્રમભાઈ ફૂગસીયા સહિતના સ્ટાફે કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...