તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નકલી રેમડેસિવિર કેસમાં વધુ 3 આરોપી રિમાન્ડ પર

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાજ્ય કૌભાંડ મોરબી LCBએ પકડ્યું છે

મોરબીથી પકડાયેલા આંતર રાજય નકલી રેમડેસિવિર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબી પોલીસે મોરબી ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીના ઇન્દોર અને અન્ય જિલ્લામાંથી અગાઉ અનેક આરોપીને ઝડપી લીધા હતા જેમાં વધુ ત્રણ ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા તા. ૦૯ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

તપાસ દરમ્યાન આ કૌભાંડ આંતર રાજ્ય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી અને બીજા રાજયમાથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા રાજ્યના અનેક શહેરો તેમજ એમપી સુધી તપાસ લંબાવીને નકલી ઇન્જેક્શન કાંડમાં અનેક આરોપીને ઝડપી લઈને કોભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ સતત મથામણ કરી રહી હોય જેમાં વધુ ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે.

જેમાં આરોપી જય પ્રહલાદભાઈ શાહ (26) રહે, ભાવસાર શેરી અમદાવાદ, મહમદસુભાન મહમદસયદ પટણી રહે, અબ્બાસી ડૂપ્લેક્સ, સાહિલ રેસિ. નજીક, અંબર ટાવર, સરખેજ રોડ, અમદાવાદ અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા (26) રહે, આલમબાગ કોલોની મિડટી રોડ દેવાસ એમપી એમ ત્રણ આરોપીની ધરપકડ કરી ત્રણેય ઇસમોને કોર્ટમાં રજૂ કરાયાહોય કોર્ટે ત્રણેયને તા. 9 સુધી રિમાન્ડ પર સોંપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...