વિધાનસભા ચુંટણીના પડઘમ તેજ થવા લાગ્યા છે હવે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવાર પણ નક્કી થતાની સાથે ચુંટણી પડઘમ તેજ થઇ ગયા છે ખાસ કરીને રાજકિય પક્ષોના સ્ટાર પ્રચારકોના પણ ચુંટણીની સભા ગજાવવા તૈયાર થઈ ચુક્યા છે. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોના કાર્યક્રમના સીડ્યુલ પણ તૈયાર થઇ ચુક્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક પર સ્ટાર પ્રચારક સભા ગજાવવાના છે. જેની શરુઆત ત્રણ રાજ્યોના સીએમથી થવાની છે.
તા 18ના રોજ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા સભા ગજાવવામાં આવશે જેની શરુઆત વાંકાનેર બેઠકથી થશે. આ બેઠકમા 18મી ના રોજ સવારે 9:30 કલાકે વાંકાનેરના રાતી દેવડી ગામ પાસે આવેલ કિરણ સિરામિકના ગ્રાઉન્ડમાં પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીના સમર્થનમાં સભા ગજાવશે તો ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ રવાપર ગામ ખાતે આવેલ બહુચરાજી મંદિર સામેના મેદાનમાં ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરીયાના સમર્થનમાં જયારે એમપીના સીએમ મોરબી માળિયા બેઠકમાં કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં રત્નકલા એક્સપોર્ટના ગ્રાઉન્ડમાં સાંજે 4 કલાકે સભા કરશે.
વાંકાનેર બેઠક કોંગ્રેસનો ગઢ, 3 ટર્મથી ભાજપ જીતથી દૂર, કોળી કાર્ડ સાથે આપ પણ પટમાં
વાંકાનેર | છેલ્લા પંદર વર્ષથી વાંકાનેરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિજય બને છે જે ચોથી ટર્મ માટે પણ ચૂંટણી લડી રહ્યા છે. વિતેલા દોઢ દાયકાના પરિણામ મુજબ વાંકાનેર કોંગ્રેસનો ગઢ ગણી શકાય તેમ છે. કારણ કે અહીં મોદી લહેર વચ્ચે પણ ભાજપના ઉમેદવાર જીતથી છેટા રહ્યા છે ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભા પર ભાજપની મીટ મંડાઇ છે. કોંગ્રેસના વિજય રથને અટકાવવા ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીને સફળતા મળે છે કે કોંગ્રેસનો કિલ્લો અડીખમ રહે છે તે સમય જ બતાવશે.
આ વખતે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી કોની બાજી બગાડે છે તેના તરફ પર રાજકીય પંડિતોની મીટ મંડાઇ છે. કારણ કે ભાજપમાંથી કોળી સમાજને ટિકિટ નહીં મળતા આ વખતે આપના ઉમેદવાર કોળી છે. ગત ચૂંટણીમાં અપક્ષ કોળી ઉમેદવાર 31000 મત લઇ ગયા હતા અને પીરજાદા માત્ર 1360 મતની લીડથી જીત્યા હતા. જેથી અહીં કાંટે કી ટક્કર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.