પાણીજન્ય રોગચાળો વકર્યો:મોરબીમાં છેલ્લા બે મહિનામાં ઝાડા-ઊલટીના 2969 જ્યારે ટાઇફોઇડના 58 કેસ નોંધાયા

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી માટે દર્દીઓનો ધસારો. - Divya Bhaskar
શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી માટે દર્દીઓનો ધસારો.
  • સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દૂષિત પાણી વિતરણ કરવામાં આવતાં સિઝનલ બીમારીના દર્દીઓ વધ્યા

મોરબી જિલ્લામાં જૂન મહિનાથી ચોમાસુ સિઝન શરૂ થયા બાદથી સમયાંતરે હળવાથી લઈ ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ થયો હતો જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉંચકાતા તાવ, શરદી ઉપરાંત દૂષિત પાણીથી થતા રોગે પણ માથું ઊંચક્યું હતું. મોરબી જિલ્લાના વિવિધ પીએચસી, સીએચસી અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલમાં મળી કુલ 1,58,576 દર્દી અલગ અલગ બીમારીની સારવાર માટે આવ્યા હતા જેમાં મહદ અંશે તાવ શરદી જેવી સીઝનલ બીમારીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળ્યું હતું.

ખાનગી ક્લિનિકમાં પણ મોટા પાયે દર્દીઓ જોવા મળ્યા
જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલ,.પીએચસી સીએચસી વગેરેમાં 2 મહીના દરમિયાન 5337 જેટલા દર્દી સતાવાર રીતે નોંધાયા હતા, તો ખાનગી ક્લિનિકમાં પણ મોટા પાયે દર્દીઓ જોવા મળ્યા હતા. વાયરલ ઈન્ફેક્શન સાથે સાથે મોરબીમાં દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલટી અને ટાઇફોઇડ જેવી બીમારીએ પણ માથું ઊંચક્યું હતું.મોરબી જિલ્લામાં જુલાઈ મહિનામાં 1500 અને ઓગસ્ટમાં 1469 કેસ મળી કુલ 2969 કેસ નોંધાયા હતા.

ચાલુ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં કુલ 45 મેલેરિયાના કેસ
​​​​​​​
આ સિવાય ટાઈફોઈડ કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો જેમાં જુલાઈ મહીનામાં 29 અને ઓગસ્ટમાં 29 એમ કુલ 58 કેસ આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં કુલ 45 મેલેરિયાના કેસ સામે આવ્યા હતા. જો કે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટમાં 128 કેસ નોંધાયા હતા. આમ, ચાલુ વર્ષે 83 કેસનો ઘટાડો આવ્યો હતો.આ ઉપરાંત ડેન્ગ્યુમાં જુલાઇ ઓગસ્ટમાં 2021માં 11 કેસ સામે 2022માં માત્ર 7 કેસ જ નોંધાયા છે.

છેલ્લા 2 વર્ષમાં નોંધાયેલા કેસ

વર્ષ 2021વર્ષ 2022
મહિનોકેસમહિનોકેસ
જુલાઈ63,013જુલાઈ73,194
ઓગસ્ટ88,563ઓગસ્ટ70,344
કુલ ઓપીડી1,51,576કુલ ઓપીડી1,43,538

મચ્છરજન્ય રોગના કેસ ઘટ્યા
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જૂન તેમજ ઓગસ્ટ મહિનામાં ફોગિંગ દવા છટકાવ, સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવતા હાલ મચ્છરનો ઉપદ્રવ ઓછા પ્રમાણમાં જોવા મળ્યો હતો જેથી મચ્છરજન્ય બીમારી જેવી ડેન્ગ્યુ મેલેરિયામાં ઘટાડો જોવા મળ્યો છે.

કેસજુલાઇ-21ઓગસ્ટ-21કુલજુલાઇ-22ઓગસ્ટ-22કુલ
ટાઇફોઇડ81321292958
ઝાડા ઉલટી113314042537150014692969
શરદી ઉધરસ2,96737306,697250028375337

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...