કાર્યવાહી:મોરબીમાં દેશી દારૂના અડ્ડા પર તવાઈ, જિલ્લામાં પ્રોહિબિશનના 26 કેસ નોંધાયા

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ સ્થળેથી ભઠ્ઠી પકડાઈ, હળવદના ચુંપણીમાંથી 800 લિટર દારૂ જપ્ત

બોટાદ જિલ્લાના રાજોદ ગામ ખાતે સોમવારે સર્જાયેલા લઠ્ઠા કાંડની ઘટનામાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ભાવનગર બોટાદ અમદાવાદ સહિતની અલગ અલગ હોસ્પિટલમાં દર્દી સારવાર લઈ રહ્યા છે. આ કેસમાં સરકાર તાબડતોબ એકશન લઈ રહી છે.

જિલ્લામાં પણ પોલીસે જયારથી બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો તે દિવસથી દેશી દારૂની હાટડાઓ પર તવાઈ બોલાવવાની કામગીરી શરૂ કરી છે અને પ્રથમ દિવસે જિલ્લાભરમાં 35 બાદ 30 કેસ અને ગુરુવારે 26 જેટલા દેશી દારૂના હાટડા ધમધમતા હતા તેના પર કેસ કર્યા હતા અને ત્રણ દિવસ દરમિયાન રૂ 16,375નો દેશી દારૂ,આથો, તેમજ બાકીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . ગુરુવારે પણ હળવદ પોલીસે ચુંપણી ગામમાં દરોડો પાડી રૂ 16,000ની કિંમતનો 800 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. હજુ પણ આ ડ્રાઇવ ચાલુ રહેશે તેવી તંત્રએ તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...