વિરોધ:મોરબી જિલ્લાની 351 ગ્રામપંચાયતના 255 તલાટી હડતાળ પર જતાં અરજદારોને ધક્કા

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગાર અને વધારાની કામગીરી સહિતની પાંચ માગણી પર સરકારે ધ્યાન ન દેતાં અચોક્કસ મુદતની હડતાળ શરૂ
  • ટીડીઓને આવેદનપત્ર આપી ફરીથી માગણી દોહરાવી
  • જિલ્લાના વીસીઇ મંડળે પણ હડતાળને આપ્યું સમર્થન

મોરબી સહિત રાજ્યભરમાં લાંબા સમયથી અલગ અલગ 5 જેટલી માગણી મુદ્દે સરકારમાં રજૂઆત કરવા અગાઉ હડતાળ પાડી ચર્ચા વિચારણા કરી સમાધાન થયા હોવા છતાં આજ દિન સુધી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓની માંગણીઓ મુદે અનેકવાર રજુઆત કરવા છતાં આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તલાટી મંત્રી રોષે ભરાયા હતા અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો. અને તેના ભાગેરૂપે મોરબી જિલ્લાના 351 ગામની પંચાયતમાં ફરજ બજાવતા 225 જેટલા તલાટી મંત્રીઓ આજે હડતાળ પર ઉતર્યા છે અને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

રાજ્યભરમાં તલાટી મંત્રીઓ છેલ્લા કેટલાય સમયથી ૨૦૦૪-૦૫થી ભરતીથી 5 વર્ષથી ફિક્સ પગારની નોકરી સળંગ નોકરી ગણવાની અને તેના આધારે બઢતી બદલી તેમજ ઉચ્ચતમ પગાર ધોરણ આપવા સહીતની માંગણી કરી રહ્યા છે આ ઉપરાંત સર્કલ ઇન્સ્પેકટર વર્ગ 3ની જગ્યાએ વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવા આવતા તારીખ 01-01-2016 અને ત્યારબાદથી મળવાપાત્ર પ્રથમ દિવસીય ઉચ્ચતમ પગાર ધોરણ કેવા પરીક્ષા રદ કરવા માંગણી કરી છે.

આં ઉપરાંત રેવન્યુ (મહેસુલી )તલાટીને પંચાયત મર્જ કરવા બાબત અથવા જોબ ચાર્ટ અલગ કરવા,01-01-2016 બાદ પ્રથમ અને બીજા પગાર ધોરણની પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવામાં આવે તેવી માગણી કરી છે. આમ અલગ અલગ માંગણી મુદે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના નેજા હેઠળ મોરબી જિલ્લાના 351 ગામમાં ફરજ બજાવતા 225 તલાટી મંત્રી પણ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા હતા અને જ્યાં સુધી માંગણી નહી સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી કામગીરીમાં નહી જોડાવાની જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ મોરબી તાલુકાના પ્રમુખ રવીભાઈ હુંબલે કરી હતી અને તલાટી મંત્રીની અચોક્કસ મુદતની હડતાળને મોરબી જિલ્લાની વીસીઈ મંડળે પણ સમર્થન આપ્યું હતું.

જન્મ મરણ પ્રમાણપત્ર, આવક દાખલા સહિતની કામ પર અસર
મોરબી જિલ્લામાં તલાટી મંત્રીઓ રજા પર ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કામગીરી ખોરંભે ચઢી છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ મરણ પ્રમાણપત્ર, આવક દાખલા,7-12 8 અ ની નકલ મેળવવા, કિસાન સમ્માન નિધિ, ગ્રામ પંચાયતના વેરા ઉઘરાણી, સાહિતની નાની મોટી 100 જેટલી કામગીરી અટકી પડશે.હાલ ચોમાસનો સમય હોય ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતને નાની જરૂરિયાત સાધનો માટે તલાટી મંત્રીની જરૂરિયાત ઉભી થતી હોય છે આવા સમયે તલાટી મંત્રીઓની હડતાળ થવાથી અનેક કામગીરી ખોરંભે ચઢી ગઈ છે. અને આગામી સમયમાં જેટલા દિવસ હડતાળ ચાલશે તેટલા દિવસ આ પ્રકારની લોકોએ હાલાકીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...