તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોરબી પંથકમાં જુગાર રમતા 25 ઝબ્બે, પોલીસે અલગ અલગ ત્રણ સ્થળે દરોડા પાડી 90,440ની રોકડ કબજે લીધી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના રણછોડ નગર વિસ્તારમાં આવેલ સાઈબાબા મંદિર વાળી શેરીમાં જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા આનંદભાઇ પરશોતમભાઇ પરમાર ,જગદીશભાઇ છગનભાઇ પરેસા ,મહેશભાઇ પ્રેમજીભાઇ ઇન્દ્રરીયા ,પાર્થભાઇ દીલપભાઇ અશ્વાર, જુસબભાઇ ઓસમાણભાઇ નનામરા ,રવિરાજસીહ મહે્ન્દરસીહ પરમાર, અમરબેન હસમુખભાઇ મયૈડ,સુનીતાબેન લાલજીભાઇ સોલંકી, કંકુબેન ઇન્દુભાઇ મેપાભાઇ ઠુંગા,પુજાબેન મોહનભાઇ ઇન્દ્રરીયા અને મનીષાબેન ભરતભાઇ માવજીભાઇ સેખાણીને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રોકડા રૂ.૨૨, ૧૪૦ કબ્જે લેવાયા હતા.

બીજા એક બનાવમાં મોરબી તાલુકા પોલીસે ઉંચી માંડલ ગામે રાધે ક્રિષ્ના હોટલની પાછળ, જાહેરમાં જુગાર રમતા બાબુભાઇ હીરાભાઇ ફળદુ, ગોવિંદભાઇ અમરશીભાઇ વડસોલા, મહિપતસિંહ માધુભા પરમાર, કનૈયાલાલ મગનલાલ રૂપાલા, રાજેશભાઇ માવજીભાઇ કાલરીયાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડા રૂ. ૩૧,૦૦૦ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે અન્ય એક બનાવમાં મોરબી શહેરની મોચી શેરીમાં રહેણાંક મકાનમાં જુગાર રમાડાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.37,300નો મુદામાલ જપ્ત કર્યો હતો.

મોરબી મોચી શેરીમાં રહેતા વિશાલભાઇ ભરતભાઇ મકવાણા નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને વિશાલભાઇ ભરતભાઇ મકવાણા, રાકેશભાઇ બુધાભાઇ રાવ, તરૂણભાઇ નરશીભાઇ મારૂ, હીરાભાઇ બાબુભાઇ માંગુડા, કિશનભાઇ રમેશભાઇ કૈલા, હાર્દિકભાઇ ભરતભાઇ મકવાણા, વીજયભાઇ નાગજીભાઇ રાવ, અમીતભાઇ મનોજભાઇ રાતડીયા અને કુલદિપભાઇ ચૌહાણને ઝડપી લીધા હતા.

ઓટાળા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો
ટંંકારાના ઓટાળા ગામે પોલીસે સનવ શકુનીને રોકડા રૂ.૨૧,૫૦૦ સાથે પકડી પાડ્યા હતા. જુગાર રમી રહેલા અલ્પેશ ઉર્ફે કાનો મશરૂ ગોલતર, રાજુ રણછોડ પીપળીયા, નથુભાઈ ગંગારામ છીપરીયા, શ્રવણ મનસુખ આડેસરા, સાગર મનસુખ ગોલતર, સાગર શક્તા ગોલતર, મનોજ વાલજી છીપરીયા, શૈલેશ મનસુખ આડેસરા, ભરત બાબુ વરાણીયા સહિતના સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...