તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાથમિક શાળામાં સંચાર:મોરબી જિલ્લામાં પહેલા દિવસે 24 % વિદ્યાર્થીએ આપી હાજરી

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા પરિસર વિદ્યાર્થીઓની આવનજાવન અને કિલકારીઓથી ગૂંજી ઉઠ્યા, હજુ અમુક વાલીઓમાં ભય અને ચિંતા
  • કોરોનાને લઈ સાવચેતી અને ઝડપથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ રાબેતા મુજબ કરવા પર ચર્ચા હાથ ધરાઇ

કોરોના મહામારીના કારણે માર્ચ 2020થી બંધ પડેલી પ્રાથમિક શાળા શરૂ થઇ છે.છેલ્લા દોઢ વર્ષથી જે રીતે શિક્ષણ કામગીરી ખોરંભે ચઢી છે તેને ફરી રાબેતા મુજબ કરવા શરુઆતથી આયોજન કરવું જરૂરી બન્યું છે. આજથી શરૂ થયેલી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષકોએ ફૂલ આપી આવકાર્યા હતા, તો કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવી પ્રવેશ આપ્યો હતો. મોરબી જિલ્લામાં લાંબા સમયથી બંધ પડેલી શાળાઓ આજે ગુુરુવારથી શરૂ થઈ હતી અને કુલ મળીને શાળાના 53,468 છાત્રો નોંધાયા હતા, જેમાંથી 12,566 છાત્રો હાજર રહ્યા હતા.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કોરોના મહામારીને ધ્યાને લઈ જરૂરી ગાઇડલાઈનનું પાલન કરવા બાળકોને સૂચના આપવામાં આવી હતી. આ સિવાય સરકારી શાળાઓમાં શેરી શિક્ષણ થકી જે અભ્યાસ ક્રમ ભણાવવામાં આવ્યો હોય તેમાંથી બાળકોને ન સમજણ પડી હોય કે જેમાં કાચા હોય તે ફરીથી ચલાવવા શાળામાં હળવું વાતાવરણ ઉભુ કરી ફરીથી બાળકને ઝડપથી શિક્ષણ કામગીરીમાં પરત લાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

માધાપરવાડી શાળામાં ફૂલડે વધાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
આજથી શાળા શરૂ થઈ ત્યારે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ફૂલડે વધાવી વિશિષ્ટ રીતે સ્વાગત કરી શાળામાં આવકાર્યા હતા.શાળામાં ધો.6 થી 8ના વર્ગો રોજ 50 % મુજબ રોટેશન પદ્ધતિથી ચાલુ કર્યા છે,જેમાં સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું,સમૂહ પ્રાર્થના કરવી નહિ, વિદ્યાર્થીઓએ નાસ્તા કે પાણીની બોટલની આપ લે કરવી નહીં, વારંવાર હાથ સાફ કરવા, જ્યાં ત્યાં થુકવું નહિ.માસ્ક પહેરવું વગેરે સુચનાઓને ધ્યાનમાં રાખી માધાપરવાડી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત કરતા પૂર્વે શાળાના તમામ શિક્ષક બહેનો અને ભાઈઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી તાપમાન માપી પ્રવેશ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...