કોરોના બેકાબૂ:મોરબી જિલ્લામાં કોરોનાના 24 દર્દી સામે આવ્યા

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં કોરોના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રવિવારે પણ કુલ 24 દર્દી સામે આવ્યા હતા અને તેમાં માત્ર મોરબી શહેર ગ્રામ્યમાં 22 અને 2 દર્દી વાંકાનેરમાં નોંધાયા હતા.જ્યારે અન્ય તાલુકામાં વાંકાનેર, હળવદ માળીયામાં એક પણ નવા કેસ સામે આવ્યા ન હતા. આજના કેસ મળી જિલ્લામાં કુલ કેસ 1654 પર પહોંચ્યા હતા.તો 23 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજના દર્દીઓની સંખ્યા મળી 1310 દર્દી સાજા થઇ ચુક્યા છે. તો એકટિવ કેસની સંખ્યા 260 પર પહોંચી ચુકી છે.તો 17 દર્દીઓના મોત કોરોનાથી થયા છે જયારે 67 દર્દીઓના અન્ય બીમારીથી મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...