તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં કોરોનાના 22 પોઝિટિવ કેસ નોંધાયા, શહેરમાં 6 હળવદમાં 3 અન્યમાં સ્થિતિ સામાન્ય

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.જિલ્લામાં શનિવારે 984 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે પૈકી 22 લોકોના કોરોના પોઝીટિવ આવ્યા છે નવા આવેલ કેસમાં સૌથી વધુ મોરબી ગ્રામ્યમાં જ 13 કેસ પોઝિટિવ આવ્યા હતા.તો મોરબી શહેરમાં 6 કેસ અને હળવદ સિટીમાં 3 નવા કેસ નોંધાયા હતા અન્ય એક પણ તાલુકામાં.નવા કેસ નોંધાયા ન હતા.આજના દર્દીઓની સંખ્યા મળી કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2804નો આંક વટાવી ગઈ હતી. જે પૈકી 213 દર્દીઓ એવા છે.

જેમની એક્ટિવ કેસ તરીકે નોંધાયા છે.શનિવારે 21 દર્દીઓ સ્વસ્થ થઈ જતા કુલ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2415 સુધી પહોંચી ચુકી છે. આરોગ્ય વિભાગના સતાવાર ચોપડે મોતની સંખ્યા હજુ પણ 18 થી આગળ વધી શકી નથી. બિન સતાવાર મોતની સંખ્યા 170નો આંક પાર કરી ગયો છે. તેમ છતાં જાણે તંત્રના પેટનું પણ જાણે પાણી હલતું ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દરરોજ બે ડિજિટમાં કેસ જાહેર થવાની પરંપરા છેલ્લા એક સપ્તાહથી ચાલુ જ રહી છે અને તે સપ્તાહના અંતે પણ જારી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો