તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારખાના બંધ:મોરબીમાં વોલ ટાઇલ્સના 20 % કારખાનાં કરવા પડ્યાં શટડાઉન

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન અને નિકાસ ઘટવાના લીધે સિરામિક યુનિટ બંધ

કોરોના મહામારીના કારણે દેશમાં કેટલાક રાજ્યોમાં વધુ પડતા સંક્રમણના કારણે લોકડાઉન જાહેર કર્યું છે, જેની અસર સિરામિક ઉદ્યોગને પણ ખૂબ થઈ છે. ગત વર્ષે લોકડાઉન બાદ મોરબીના સિરામિક ઉદ્યોગમાં તેજી જોવા મળી હતી પરંતુ ત્યારબાદ સાઉદી દેશોએ સિરામિક પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પીંગ ડયુટી લાદી દેતા એ દેશોમાં નિકાસ પર મોટો ફટકો પડયો હતો.

ઉદ્યોગ દ્વારા અનેક પ્રયાસો બાદ પણ આ ડ્યૂટીના માળખામાં કોઇ ખાસ ફેરફાર થયો નહીં. આ ઉપરાંત હાલમાં મહારાષ્ટ્ર દિલ્હી આંધ્ર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં લોકડાઉનના પગલે બાંધકામ અટકી ગયું છે તો અન્ય રાજ્યોમાં પણ આંશિક લોકડાઉન તથા કોરોનાના કારણે સિરામિકની ખપતમાં ખૂબ ઘટાડો આવી ગયો છે. જેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી બેઠી છે.

આ ઉપરાંત મોરબીમાં પણ કોરોનાની વધુ ખરાબ સ્થિતિના કારણે મોરબી બહારના તથા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કામદારો મોટી સંખ્યામાં તેમના વતન પરત જઈ રહ્યા છે આ બધા કારણોથી મોરબીના ઘણા કારખાનાઓએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે.

450 પૈકી 80થી વધુ કારખાના બંધ
મોરબીના ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ૪૫૦ વોલ ટાઇલ્સના કારખાના છે જેમાંથી હાલમા 80થી વધારે કારખાનાઓ બંધ થઈ ગયા છે. જો કે આગામી 5 દિવસમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજ્યમાં કોરોના અને લોકડાઉનની સ્થિતિ ધ્યાને લીધા બાદ બાકીના કારખાનાઓમાંથી કેટલા બંધ થશે અને કેટલા ચાલુ રખાશે તે નિર્ણય લેવાશે. આથી 5 મે બાદ કારખાના કેટલા ચાલુ રહી શકશે એ ચિત્ર વધુ ક્લિઅર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો