તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીના નાગડાવાસ પાસે કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ઝડપાયા

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3,76,125નો મુદ્દામાલ કબજે લીધો

મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ આઇ-20 કાર સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે પહોંચતા નેશનલ હાઇવે રોડ ઉપર એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-20 કાર શંકાસ્પદ લાગી હતી. આથી, પોલીસે તેને રોકવા જતા ઇસમો કાર લઇ ભાગવા જતા હતા. આથી, પોલીસે તેનો પીછો કરી કારને આંતરી ઉભી રખાવી હતી. અને કાર ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

આ કેસમાં પોલીસ દ્વારા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-01 સુપીરીયર વ્હીસ્કીની કાચની કંપની શીલ પેક બોટલ નંગ-203 (કિં.રૂ. 76,125) તથા એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-20 કાર રજી.નં.GJ-13-NN-7216 (કિં.રૂ. 3,00,000) મળી કુલ રૂ. 3,76,125 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ પોલીસે ઇસમો ધર્મેશભાઇ ચંદુભાઇ બરાસરા, મહેન્દ્રભાઇ ભરતભાઇ પાટડીયા અને માલ મોકલનાર ગણેશભાઈ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો