વાંકાનેરમાં ગાંજો ઝડપાયો:લક્ષ્મીપરામાંથી 1 લાખના ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહિત 2 ઈસમો ઝડપાયા

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરમાં લક્ષ્મીપરામાંથી રહેણાંક મકાનમાં રૂ.1 લાખના ગાંજાના જથ્થા સાથે એક મહિલા અને એક પુરુષની SOG પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ મોરબી SOG પોલીસના પી.આઈ. જે.એમ.આલ તથા psi પી.જી.પનારાને ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-3 વિસ્તારમાં રહેણાંક મકાનમાં માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી

10 કીલો ગાંજો મળી આવ્યો
જુબેદાબેન ઉર્ફ જુબીબેન હનીફભાઇ ઘાંચી અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફ નુરાભાઇ ઘાંચી રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખી વેચાણ કરતા મળી આવ્યા હતા. જેથી પોલીસે બન્નેની ધરપકડ કરીને માદક પદાર્થો અંગે પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓના અન્ય સાગરીત અલીમામદભાઇ હનીફભાઇ ઘાંચી, ઇરફાન નુરમામદ મકવાણા, નુરમામદ હાજીભાઇ મકવાણા અને અબ્દુલ યુસુફભાઇ સૈયદના નામ પણ ખુલ્યા હતા. જેથી પોલીસે ગાંજાનો જથ્થો 10 કીલો જથ્થો કીમત રૂપિયા 1 લાખ ,રોકડ રૂપીયા 15,500, મોબાઇલ ફોન નંગ ૨ કિમટ રૂપિયા 2500 ,વજન કાંટો કીમત રૂપિયા 200 અને પ્લાસ્ટીકના ખાલી ઝબલા સહિત કુલ મુદામાલ 1,18,200નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ 8(C), 20 (બી) 29 મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...