તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીના ડબલ મર્ડર કેસમાં વધુ 2ની ધરપકડ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ પિસ્તોલ ગુમ, ધોકા, પાઇપ જેવા હથિયાર જપ્ત કરાયા

મોરબીમાં રવિવારે થયેલા ફાયરિંગ પ્રકરણમાં પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા બાદ આજે વધુ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા બન્ને આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા.મેજિસ્ટ્રેટે આરોપીઓના 28મી સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. આ ઘટનામાં પોલીસે હુમલામાં વપરાયેલા ધોકા, પાઇપ જેવા હથિયાર જપ્ત કર્યા હતા. જો કે ફાયરીંગ જે પિસ્તોલથી કરવામાં આવ્યું હતું એ હજુ પોલીસ કબજામાં આવી નથી.

આ 10 આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે વધુ 2 આરોપીઓ યાસીન રજાક બકાલી અને કાદિર સલીમ બનાણીને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા.મેજિસ્ટ્રેટે બન્ને પક્ષની દલીલ અને પોલીસના તપાસ અંગેની કાર્યવાહી માટે રિમાન્ડ માંગણી આધારે આરોપીઓના 28મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ ઘટનામાં પોલીસે હુમલામાં વપરાયેલા ધોકા પાઇપ જેવા હથિયાર જપ્ત કર્યા હતા જો કે ફાયરીંગ જે પિસ્તોલથી કરવામાં આવ્યું તે હજુ પોલીસ કબજામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો