બેફામ આરોપીઓની હવે ખેર નહી:મોરબીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા 2 ઈસમો જેલહવાલે; પાસા તળે અટકાયત કરવામાં આવી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદ વિસ્તારમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા 2 ઇસમોને પાસા તળે અટકાયત કરી પોલીસે ભાવનગર અને પોરબંદર જેલહવાલે કરી દીધા છે. ચૂંટણીને પગલે પોલીસ એક્શન મોડમાં જોવા મળે છે. આવા તત્વો વિરુદ્ધ પાસા તળે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બંનેને ઝડપી લઈને જેલહવાલે કરવામાં આવ્યા
મોરબી જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઈ. અને પી.એસ.આઈ.ની ટીમ દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલા પાસા વોરંટની બજવણી કરવા સુચના આપી હતી. સામાવાળા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમન ગોઠી વાળાને પાસા તળે અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયો છે. જ્યારે મેહુલ ઉર્ફે મેરીયો ઉર્ફે મેરો કાળુ ઉર્ફે પ્રેમજી કણઝરીયા નામના ઈસમને પાસા તળે અટકાયત કરી પોરબંદર જીલ્લા જેલહવાલે કરવામાં આવ્યો છે. હળવદમાં બંને ઈસમો મારામારીના ગુનામાં સંડોવાયેલ હોય જે બંનેને ઝડપી લઈને જેલહવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...