હુકુમ:મોટા દહીંસરામાં યુવાનની હત્યા કરનાર 2 આરોપીને આજીવન કેદ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

માળિયાના મોટા દહીંસરામાં એક યુવાનની થયેલી હત્યાના કેસમાં બે આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મોટા દહીસરામાં રહેતા દીપક ધીરુભાઈ મૈયડ નામના યુવકનું ગામના બે શખ્સ દિવ્યરાજસિંહ જયુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભા જાડેજાએ અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી 27- 04 2016ના રોજ મોટા દહીસરા ગામના દરવાજા પાસે છરી ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

આ બનાવમાં માળિયા પોલીસે મૃતકના કાકાની ફરિયાદ આધારે બન્ને આરોપી દિવ્યરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજાને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા હતા. બાદમાં કેસ મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતો હતો. દરમિયાન આજે સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ફરિયાદી પક્ષ તરફથી આરોપીને કડક સજા કરવાં અપીલ કરી હતી જેના આધારે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...