મોરબીનો રહેવાસી યુવાન ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યો છે. વેપારી યુવાને એપ્લીકેશનમાં ક્રેડીટ કાર્ડની વિગતો આપતા રૂ 1.98 લાખની રકમ ખાતામાંથી ગાયબ થઇ છે. જે બનાવ મામલે વેપારી યુવાને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ પર અરીહંત સોસાયટીના રહેવાસી જીગર પોપટ (ઉ.વ.27) પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે ગઢની રાંગ ખાતે કાપડની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.22 ઓગસ્ટના રોજ બપોરે તેના મોબાઈલમાં મેસેજ આવ્યો, જેમાં ICICI ક્રેડીટ કાર્ડ પોઈન્ટ વર્થ રૂ.6850 વિલ એક્સ્પાયર ટૂમોરો એવો મેસેજ આવ્યો હતો. જેથી લીંક પર ક્લિક કરતા બેંકની વેબસાઈટ ખુલતા icici_rewards.apk એપ્લીકેશન દેખાઈ હતી. જે એપ્લીકેશન મને પરત ખરીદ કરેલ વસ્તુમાંથી કેશબેક મળે તે હેતુથી મેસેજ તુરંત જ ડાઉનલોડ કરી હતી. જેમાં એપ્લીકેશનમાં ક્રેડીટ કાર્ડ ડીટેઇલ માંગવામાં આવી હતી.
જે યુવાને ક્રેડીટ કાર્ડના નંબર નાખ્યા અને વિગતો મોકલતા તા.29 ઓગસ્ટ 2022ના રોજ મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. જેમાં ઓટીપી આવતા યુવાને કોઈ જવાબ આપ્યો ન હતો. બાદમાં ખાતામાંથી રૂ 1,98,22 ઉપડી ગયા હતા. બેંકમાં ફોન કરતા બેંકે તુરંત કાર્ડ બ્લોક કરવાની સલાહ આપતા યુવાને કાર્ડ બ્લોક કરાવ્યું હતું. આમ, યુવાનની જાણ વિના જ તેના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હતા. જેથી સાયબર ક્રાઈમને જાણ કરી હતી અને અજાણ્યા માણસે તેના બેંક ખાતામાંથી રૂ 1.98 લાખની રકમ ઉપાડી લઈને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.